રાજકોટઃ ગોંડલના સંત હરિચરણદાસજી દેવલોક પામ્યા, ભક્તોમાં ફરી વળ્યું શોકનું મોજું
હરિચરણદાસજીએ સવારે 4 વાગ્યાની આસપાસ અંતિમ શ્વાસ લીધા. જો કે, સવારે 8 વાગ્યાથી તેમના પાર્થિવ દેહને મંદિરમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ત્યારે ભક્તો અંતિમ દર્શન કરે ત્યારબાદ તેમના પાર્થિવ દેહને ગોરા આશ્રમ ખાતે લઈ જવામાં આવશે
જયેશ ભોજાણી, ગોંડલ: રાજકોટ જિલ્લાના ગોંડલ સ્થિત પ્રસિદ્ધ રામજી મંદિરના સંત 1008 મહામંડલેશ્વર પૂ. હરિચરણદાસજી મહારાજના દેવલોક પામ્યાના સમાચાર મળતા હજારો ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જેને લઇને મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, હરિચરણદાસજીએ સવારે 4 વાગ્યાની આસપાસ અંતિમ શ્વાસ લીધા. જો કે, સવારે 8 વાગ્યાથી તેમના પાર્થિવ દેહને મંદિરમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ત્યારે ભક્તો અંતિમ દર્શન કરે ત્યારબાદ તેમના પાર્થિવ દેહને ગોરા આશ્રમ ખાતે લઈ જવામાં આવશે. જ્યાં આવતીકાલ સવારે ગોરા આશ્રમ ખાતે અંતિમ વિધિ કરવામાં આવશે.
પાણીની પારાયણે તો ભારે કરી, આંતરિક બોલાચાલી તો ઠીક પરંતુ અહીં મહિલાઓ વચ્ચે સર્જાય છે બેડા યુદ્ધ
બિહારના પંજરવામાં થયો હતો બાપુનો જન્મ
હરિચરણદાસજી બાપુનું મૂળ નામ હરિશ્ચંદ્ર મિસરા હતું. તેમનો જન્મ 1921 માં ચૈત્ર સુદ 6 ના દિવસે બિહારના પંજરવામાં થયો હતો. હરિચરણદાસજી 1955 માં એટલે કે છેલ્લા 70 વર્ષથી પૂ. ગુરુદેવ રણછોડદાસજી મહારાજની આજ્ઞાથી ગોંડલ આશ્રમનું સંચાલન કરતા હતા. લગભગ તેમણે 34 વર્ષની ઉંમરે આશ્રમનું સંચાલન સંભાળ્યું હતું. સરિયો નદીના કિનારે ભજન કરતા પૂ. સદગુરુ દેવ રણછોડદાસજી મહારાજનું સાનિધ્ય પ્રાપ્ત થયું હતું.
ગુજરાતમાં ચોથી લહેરની એન્ટ્રી? ભારતના આ 7 રાજ્યોમાં જોવા મળ્યો નવો વેરિયન્ટ! આ રહ્યા લક્ષણ
હરિચરણદાસજી બાપુના મુખ્ય સેવાકીય કર્યો
ગોંડલ રામજી મંદિર, ગોંડલ ખાતે શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ, પાંડુકેસવેર, ઋષિકેશ, ઇન્દોર, કરણપ્રયાગ, બનારસ, ગોરા નર્મદા તટે સાધન, ભજન અને માનવસેવાની જ્યોત જાલવી છે.
અન્ય સમાચાર અહીં વાંચો:-
ગરમીનો પારો વધતા જ ફરવાનું યાદ આવ્યું, એકદમ સસ્તામાં કરો આ 5 હિલ સ્ટેશનની મુસાફરી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube