રાજકોટ : શહેરમાં એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા જીએસટી વિભાગમાં ફરજ બજાવતા એમ.એમ મદાણી રૂપિયા 20 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડાપાયા છે. તેમના ઘરે એસીબી દ્વારા હાલ સર્ચ ઓપરેશન ચલાવાઇ રહ્યું છે. એન્ટી કરપ્શન બ્યુરોનાં અધિકારીઓને ફરિયાદ મળી હતી કે, રાજકોટ બહુમાળી ભવનના ચોથા માળે આવેલા વાણિજ્ય વેરા કચેરી ખાતે મનોજભાઇ મનસુખલાલ મદાણી ફરજ બજાવે છે. ખાનડી પેઢી દ્વારા 2016-17 ના ટેક્સ રિફંડના 9,70,000 જેટલી રકમ વ્યાજ સહિત મળવા પાત્ર હોવાથી ખાનગી પેઢીના સંચાલક દ્વારા અરજી કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat Corona Update: નવા 390 કેસ, 707 રિકવર થયા, 3 લોકોના મોત


જેના પગલે જીએસટી કચેરીમાં હાર રાજ્ય વેરા નિરીક્ષક અધિકારીના ચાર્જમાં રહેલા અધિકારી એમ.એમ મદાણી દ્વારા રિફંડના હુકમ માટે 20 હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. વેપારીએ અધિકારીને લાંચ દેવા માંગતા ન હતા. જેથી એમણે એસીબીમાં ફરિયાદ કરી હતી. જેના પગલે એન્ટી કરપ્શન બ્યુરો રાજકોટ એકમના એસ.પીના સુપરવિઝનમાં બહુમાળી ભવનનાં ચોથા માળે છટકું ગોઠવાયું તું. ફરિયાદી પાસેથી આરોપી અધિકારીએ લાંચની રકમ સ્વિકારતાની સાથે જ વોચમાં રહેલા પોલીસ ઇન્સપેક્ટર સહિતના સ્ટાફે આરોપીને ઝડપી લીધા હતા. લાંચની રકમ પણ રિકવર કરી હતી. 


SURAT: ગાડીની માથે સેંકડો ટનનો ખટારો ખાબક્યો, ગાડી સેન્ડવિચ થઇ ગઇ છતા ચાલકનો ચમત્કારીક બચાવ


હાલ આરોપીની ધરપકડ કરવાની સાથે સાથે તેના ઘરે પણ એસીબી દ્વારા સર્ચ ઓપરેશન ચલાવાઇ રહ્યું છે. આરોપીના બેંક એકાઉન્ટ તેમજ સ્થાવર મિલકત પણ તપાસ કરવામાં આવશે. આરોપી પાસે અપ્રમાણસર મિલકત છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવશે. જો કાંઇ પણ વાંધા જનક મળી આવશે તો તેમની વિરુદ્ધ કડકમાં કડક પગલા ભરવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube