RAJKOT: મહિલા ડોક્ટર અને પુરૂષ ડોક્ટર વચ્ચે લુખ્ખાઓને પણ શરમાવે તેવી માથાકુટ
સામાન્ય રીતે ડોક્ટરની છાપ એક ખુબ જ મૃદુભાષી અને સંસ્કારી વ્યક્તિ તરીકેની હોય છે. તેઓ મોટે ભાગે કોઇ પણ વ્યક્તિ સાથે અશિષ્ઠ ભાષા કે અયોગ્ય રીતના વ્યવહારમાં પડતા નથી હોતા. જો કે રાજકોટનાં બે ડોક્ટરનો એક એવો પ્રસંગ સામે આવ્યો છે કે, તમે પણ વિચારતા રહી જશો કે, શું ડોક્ટર્સ પણ આવુ કરી શકે છે. રાજકોટમાં બે ડોક્ટર્સ વચ્ચે જ એવી માથાકુટ થઇ હતી કે તેના કારણે પોલીસને હોસ્પિટલમાં બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે આવીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.
ગૌરવ દવે/રાજકોટ : સામાન્ય રીતે ડોક્ટરની છાપ એક ખુબ જ મૃદુભાષી અને સંસ્કારી વ્યક્તિ તરીકેની હોય છે. તેઓ મોટે ભાગે કોઇ પણ વ્યક્તિ સાથે અશિષ્ઠ ભાષા કે અયોગ્ય રીતના વ્યવહારમાં પડતા નથી હોતા. જો કે રાજકોટનાં બે ડોક્ટરનો એક એવો પ્રસંગ સામે આવ્યો છે કે, તમે પણ વિચારતા રહી જશો કે, શું ડોક્ટર્સ પણ આવુ કરી શકે છે. રાજકોટમાં બે ડોક્ટર્સ વચ્ચે જ એવી માથાકુટ થઇ હતી કે તેના કારણે પોલીસને હોસ્પિટલમાં બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે આવીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.
ગુજરાતના હીરા વેપારીનું હોંગકોંગ કનેક્શન, IT વિભાગે કર્યો 500 કરોડના ખેલનો પર્દાફાશ
રાજકોટ સિવિલ હોસ્પિટલની કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં બે રેસિડેન્ટ ડોક્ટર વચ્ચે માથાકૂટ થતા પોલીસ બોલાવવામાં આવી હતી. રેસિડેન્ટ ડોક્ટર ધવલ બારોટે માર માર્યો હોવાનો આક્ષેપ મહિલા ડોક્ટર કાજલ વઘેરાએ લગાવ્યો હતો. ડો.ધવલ બારોટે અગાઉ પણ સિનિયર ડોક્ટરો દ્વારા માર મારવામાં આવતો હોવાનો આક્ષેપ લગાવીને સિવિલ હોસ્પિટલમાં હંગામો કર્યો હતો. આજે રાજકોટ ભાજપના પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાની ભાણેજ ડો.કાજલ વઘેરા સાથે ઝપાઝપી કરી હતી.
ગુજરાત યુનિવર્સિટી બની છબરડા યુનિવર્સિટી, એક ભૂલથી 400 વિદ્યાર્થીઓના એડમિશન પર ખતરો મંડરાયો
કાજલ વઘેરાએ જણાવ્યું હતું કે, ધવલ બધાને ખોટી રીતે હેરાન કરે છે. પેશન્ટને લઇને આજે ફરી માથાકૂટ કરી હતી અને મારા પર હાથ ઉપાડ્યો હતો. એટલું જ નહિં ડો. ધવલે સિનિયર સામે સામુ બોલે છે. પહેલા મારી સમકક્ષ થઇને બતાવ કહીને ઝઘડો કર્યો હતો. ડો.ધવલ બારોટે દર્દીને ટ્રાન્સફર મુદે ડો.કાજલ વઘેરા સાથે ઝઘડો કર્યો હતો અને હાથ પણ ઉપાડ્યો હોવાની પ્રદ્યુમનનગર પોલીસમાં ફરીયાદ નોંધાવવાની તજવીજ શરૂ કરી છે.
રાજકોટ સિવીલ હોસ્પિટલ તંત્ર દ્વારા રેસિડેન્ટ ડોક્ટરો વચ્ચે થયેલી બબાલમાં તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. સમગ્ર ઘટના બહાર આવતા પ્રદ્યુમનનગર પોલીસ સિવિલ હોસ્પિટલની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ પહોંચી હતી. બંને ડોક્ટર વચ્ચે લાંબા સમયથી આંતરિક વિવાદ ચાલી રહ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube