દીવા તળે અંધારુ : ગુજરાત ફાર્મા હબ છતાં ઠેરઠેર વેચાય છે એક્સપાયરી ડેટની દવા, રાજકોટમાં મોટો જથ્થો પકડાયો
આખા દેશમાં ગુજરાત ફાર્માસ્યુટિક હબ (Pharma hub) કહેવાય છે. ગુજરાતમાં બનતી દવાઓ અનેક દેશોમાં પણ એક્સપોર્ટ થતી હોય છે. તેમ છતાં ગુજરાતમાં છડેચોક એક્સપાયરીવાળી દવા (expiry date of medicine) વપરાય છે. વલસાડમાં એક્સપાયરી ડેટની દવા બાદ સતત બીજા દિવસે એક્સપાયરી ડેટની વેચાતી દવાનો કારોબાર સામે આવ્યો છે. રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાના એક્સપાયરી ડેટવાળી દવાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. રાજકોટમાંથી 1 કરોડની એક્સપાયરી ડેટવાળી દવા ઝડપાઈ છે.