ઝી બ્યુરો/રાજકોટ: ગુજરાતમાં ભૂતિયા તબીબોનો જાણે રાફડો ફાટ્યો હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે. અવાર નવાર ડિગ્રી વગરના નકલી તબીબો રૂપિયાની લાલચે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા હોય છે.. રાજકોટમાં કંઈક આવી જ ઘટના સામે આવી છે જેમાં ડિગ્રી વગરના તબીબે નિર્દોષ મહિલાનો ભોગ લઈ લીધો. એટલું જ નહીં ઘટના બાદ આ નકલી તબીબના ગુનાહિત ઈતિહાસનો પણ ખુલાસો થયો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં મહાજંગ: લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમા કેવી છે તૈયારી? જાહેર કરાઈ ડિટેલ્સ


હિના પટેલ નામની આ તબીબની બેદરકારીના કારણે એક નિર્દોષ મહિલાએ જીવ ગુમાવવો પડ્યો છે..જી હાં, DHMSની ડિગ્રી ધરાવતા આ તબીબે ગર્ભવતિ મહિલાની પ્રસૂતિ કરી નાખી જે બાદ પ્રસૂતાનું મોત નીપજ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખાટડી ગામની 20 વર્ષીય પાયલ સાગઠિયાને પ્રસૂતિની પીડા થતાં રાજકોટના કોઠારિયા રોડ પર સ્થિત ફોરમ ક્લિનિકમાં દાખલ કરવામાં આવી હતી. 


ભૂપત ભાયાણી ના ઘરના ના ઘાટ ના: વિસાવદરની ચૂંટણી ના થઈ જાહેર, આ છે સાચું કારણ


ગર્ભસ્થ શિશુના ધબકારા વધી ગયું હોવાનું કહીને મહિલા તબીબે સિઝિરિયન પ્રસૂતિની સલાહ આપી હતી. સિઝિરિયન બાદ પાયલે બાળકીને જન્મ આપ્યો હતો. જોકે, પ્રસૂતિ બાદ અચાનક જ મહિલાની તબિયત લથડી હતી. થોડા સમયની સારવાર બાદ મહિલાને તબીબે મૃત જાહેર કરી.


ગુજરાતમાં એક એવી ચૂંટણી જેમાં ભાજપના નેતાઓને નથી રસ, એક પણ નથી લાઈનમાં...


જોકે, ચોંકાવનારી વાત એ છેકે, મહિલાના મોત બાદ તબીબોએ બીમારી હોવાનું રટણ કર્યું. હકીકતમાં મહિલાને કોઈ બીમારી હતી જ નહીં. દર્દી મહિલાના મોત બાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનનો કાફલો પણ ક્લિનિક ખાતે પહોંચ્યો હતો.. પરિવારની ફરિયાદના આધારે ડૉક્ટર હિના પટેલ વિરુદ્ધ પ્રેક્ટિસનર એક્ટ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે. હિના પટેલ ગાયનેકોલોજિસ્ટ ન હોવા છતાં પણ પ્રસૂતિ કરતી હતી.


Gujarat assembly By Election: ગુજરાતની 5 બેઠકો પર પેટાચૂંટણીની તારીખો જાહેર, જાણો


એટલું જ નહીં આ પહેલાં પણ ગેરકાયદેસર ગર્ભપરીક્ષણ તેમજ ગર્ભપાતના ગુનામાં પકડાઈ ચૂકી છે. પોલીસ દ્વારા હિના પટેલનું તબીબી લાયસન્સ રદ કરવાની પણ કામગીરી શરૂ કરવામાં આવી છે.. સૌથી મોટો સવાલ એ છેકે, કોની મહેરબાનીના કારણે આવા નકલી તબીબો પોતાનું સામ્રાજ્ય જમાવીને બેસે છે અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરે છે.


આ મંદિર સાથે અમિત શાહનું છે ખાસ કનેક્શન! ચૂંટણી પહેલા અહીંથી દર્શન કરીને વધે છે આગળ