ગાંધીનગર: રાજય (Gujarat) માં છેલ્લા ચોવીસ કલાકમાં ૨૪૦ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે જેમાં ૨૦૦ તાલુકાઓમાં અડધાથી આઠ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ રાજકોટ (Rajkot) ના લોધિકા (Lodhika) માં ૮ ઈંચ વરસાદ જયારે છોટાઉદેપુર, કવાંટ, બેચરાજી, કાલાવાડ અને તિલકવાડા સહિતના તાલુકાઓમાં ૬ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના ૨૫ તાલુકામાં ૪ થી ૮ ઈંચ, ૬૦ તાલુકામાં ૨ થી ૪ ઈંચ, ૭૫ તાલુકામાં ૧ થી ૨ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Corona ની ગાઇડલાઇનના પાલન સાથે આજથી ધોરણ 9 થી 11 ના ઓફલાઇન વર્ગો શરૂ


સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા. ૨૬/૦૭/૨૦૨૧ને સવારે ૬.૦૦ કલાકે પુરા થતા છેલ્લાં ચોવીસ કલાક દરમિયાન રાજકોટ (Rajkot) ના લોધિકા તાલુકામાં ૧૯૮ મી.મી., છોટા ઉદેપુર તાલુકામાં ૧૯૦ મી.મી., કવાંટ તાલુકામાં ૧૮૨ મી.મી., બેચરાજી તાલુકામાં ૧૬૦ મી.મી., કાલાવાડ (Kalavad) અને તિલકવાડા તાલુકામાં ૧૪૭ મી.મી. એટલે કે ૬ ઈંચથી ૮ ઈંચ સુધીનો  વરસાદ નોંધાયો છે. 


રાજ્ય (Gujarat) ના બોટાદ, કપરાડા, માણાવદર. કુતિયાણા, શંખેશ્વર, ગઢડા, જોટાણ, વિજાપુર, વંથલી, જૂનાગઢ, જૂનાગઢ શહેર, બોડેલી, કરજણ, મહેસાણા, પ્રાતિજ, રાજકોટ, સૂત્રાપાડા, ડભોઈ અને ફતેપુરા સહિત ૧૯ તાલુકામાં ૪ થી ૬ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. જયારે ૬૦ તાલુકાઓ એવા છે જ્યાં ૨ થી ૪ ઈંચ અને ૭૫ તાલુકામાં ૧ થી ૨ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ ૮૦ તાલુકાઓમાં ૧ ઈંચથી ઓછો એટલે કે ૨૪ મી.મી, થી ૧ મી.મી. સુધીનો વરસાદ નોંધાયો છે.

Monsoon Update: વલસાડ જિલ્લામાં મેઘમહેર, ક્યાંય રસ્તા બંધ થયા તો ક્યાં વિજળી થઇ ડૂલ


રાજ્ય (Gujarat) માં ચાલુ મોસમનો સરેરાશ ૩૨.૫૮ ટકા એટલે કે ૨૭૩.૬૫ મી.મી. વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત (South Gujarat) ઝોનમાં ૩૫.૧૯ ટકા જયારે કચ્છ (Kutch) ઝોનમાં ૩૦.૨૫ ટકા, સૌરાષ્ટ્ર ઝોન (Surashtra) માં ૩૧.૮૯ ટકા, પૂર્વ મધ્ય ઝોનમાં ૩૦.૦૮ ટકા અને ઉત્તર ગુજરાત ઝોન (North Gujarat) માં ૨૮.૧૬ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.


સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (State Emergency Operations Center) દ્વારા મળતી વિગત મુજબ આજે તા. ૨૬/૦૭/૨૦૨૧ને બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધીમાં રાજ્ય (Gujarat) ના ૧૫૩ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ તાપીના ડોલવણ તાલુકામાં ૭૮ મી.મી. એટલે કે ૩ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. 

Navsari: વરસાદના લીધે વૃક્ષ ધરાશાયી, 40 જેટલા ઓપન સ્ટોર્ક પક્ષીને ઇજા


જ્યારે ખેરગામ, ધરમપુર, વાંસદ, વાપી, વઘઈ, ડાંગ-આહવા, માળિયા, પારડી, ચીખલી, વિસાવદર, મોરબી, વલસાડ, કોડીનાર, ધાનપુર, સુબિર, ઉના, ગરબાડા, કપરાડા, માલપુર, ગણદેવી અને જાફરાબાદ મળી ૨૧ તાલુકાઓમાં ૧ થી ૩ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. જયારે ૧૩૦ તાલુકાઓમાં ૧ ઈંચથી ઓછો એટલે કે ૨૪ મી.મી, થી ૧ મી.મી. સુધીનો વરસાદ નોંધાયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube