રાજકોટ: રાજકોટની એક નવ વર્ષની બાળકી કે જે અત્યાર સુધીમાં ચાર સિરિયલમાં રોલ કરી ચૂકી છે અને હવે તે આગામી દિવસોમાં ભોલા નામની અજય દેવગનની ફિલ્મમાં જોવા મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે, હિરવા ત્રિવેદી નામની આ લીટલ સ્ટાર ભોલાનું શૂટિંગ પૂર્ણ કરી રાજકોટ આવી હતી, ત્યારે તેને ઝી ૨૪ કલાક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે અજય દેવગનની ભોલા નામની ફિલ્મ આગામી 30 જાન્યુઆરીના રોજ રિલીઝ કરવામાં આવશે. મને અજય દેવગન સાથે કામ કરવાની ખૂબ જ મજા આવી અને મારું પહેલાથી જ સપનું હતું કે હું ફિલ્મમાં કામ કરવાની તક મળે, જે મારું સપનું નાની ઉંમરમાં જ પૂર્ણ થઈ ગયું. 


ગુજરાત હવે આપશે ઝેરનું મારણ! સાપના ઝેરમાંથી બનશે ઝેર વિરોધી દવાનો પાવડર


તેણે વધુમાં જણાવ્યું હતું કે, હું ધોરણ ચારમાં અભ્યાસ કરું છું અને સાથે સાથે શૂટિંગ માટે પણ સમય ફાળવું છું. ભોલા નામની ફિલ્મમાં મારો રોલ જ્યોતિ તરીકે છે. મારો ફેવરેટ હીરો અક્ષય કુમાર છે અને ફેવરિટ હિરોઈન આલિયા ભટ્ટ છે. મેં અગાઉ દિલ જેસે ધડકે ધડકને દો, ગૂમ હે કિસી કે પ્યાર મેં સહિતની ચાર સિરિયલમાં કામ કરી ચૂકી છું. 


જયેશ રાદડિયા દૂધે ધોયેલા સાબિત થશે તો વિસ્તરણમાં લાલ જાજમ મળશે નહીંતર લીલા તોરણે...'


હીરવાના પિતાએ જણાવ્યું હતું કે, અમારા સમગ્ર પરિવારમાં અત્યારે ખૂબ જ ખુશીનો માહોલ છે કે હિરવાને નાની ઉંમરમાં અજય દેવગન સાથે ફિલ્મમાં કામ કરવાની તક મળી છે અને સાથો સાથ અમે તેનું ભણતર પણ ન બગડે તે માટેની પૂરે તકેદારી રાખીએ છીએ.