Rajkot : હિટ એન્ડ રનની ઘટનામાં બાઈક સવાર બે વિદ્યાર્થીનાં મોત, ટ્રક ચાલક ફરાર
પોલીસના(Police) જણાવ્યા અનુસાર, પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતાં બાઇક સવાર વિદ્યાર્થી શક્તિસિંહ જાડેજા અને લાકીરાજસિંહ ઝાલાના માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને તેમણે ઘટનાસ્થળે જ અંતિમ શ્વાસ લઈ લીધા હતા.
રાજકોટઃ રાજકોટ(Rajkot) શહેરમાં તરઘડી નજીક બનેલી હિટ એન્ડ રનની(Hit and Run) ટ્રકની અડફેટે આવેલા બે આશાસ્પદ વિદ્યાર્થીનાં ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. રાજ્યમાં 24 કલાકમાં હિટ એન્ડ રનની આ બીજી ઘટના છે. સોમવારે રાત્રે અમદાવાદમાં ધારાસભ્ય શૈલેષ પરમારની કારની ટક્કરથી એક આધેડ વયની વ્યક્તિનું મોત નિપજ્યું હતું.
પોલીસના(Police) જણાવ્યા અનુસાર, પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતાં બાઇક સવાર વિદ્યાર્થી શક્તિસિંહ જાડેજા અને લાકીરાજસિંહ ઝાલાના માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને તેમણે ઘટનાસ્થળે જ અંતિમ શ્વાસ લઈ લીધા હતા. અકસ્માત કર્યા પછી ટ્રકચાલક ટ્રક મૂકીને નાસી ભાગી છુટ્યો હતો.
રાજ્યમાં બે દિવસમાં હીટ એન્ડ રનની ત્રણ ઘટના.. જુઓ વીડિયો....
કમોસમી વરસાદઃ કેશોદ, મેંદરડા, માળિયા હાટીના ભીંજાયા, 4-5 ડિસેમ્બર વરસાદની આગાહી
ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર, બંને મિત્રો બાઇક લઈને આવી રહ્યા હતા ત્યારે ટ્રક સાથે બાઇક ઘડાકાભેર અથડાયું હતું. આ અકસ્માતમાં બંને વિદ્યાર્થીને માથામાં ઈજા થતાં લોહી વહેવા લાગ્યું હતું. સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવી હતી, પરંતુ યુવાનોને સારવાર મળે તે પહેલાં તેમનું પ્રાણપંખેરૂં ઉડી ગયું હતું.
VIDEO - સિંહની પજવણીઃ ગીરના બે ડાલામથ્થાને પરેશાન કરતો વીડિયો વાયરલ
બે યુવાનોનાં મોતની પરિજનોને જાણ થતા પરિવાર પર આભ તુટી પડ્યું હતું. બંને યુવાનોના મૃતદેહને સરકારી હૉસ્પિટલમાં લઈ જઈ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને ફરાર ટ્રક ચાલક શોધી કાઢવાની કાર્યવાહી શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube