રાજકોટ: છેલ્લા બે વર્ષથી કોરોનાને લીધે થર્ટી ફર્સ્ટની ઉજવણી રંગભેર રાજકોટમાં થઈ ન હતી. ત્યારે વર્ષ 2022ને બાય બાય કરી વર્ષ 2023ને આવકારવા માટે રંગીલા રાજકોટમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. થર્ટી ફર્સ્ટની રાત્રી પાર્ટીમાં નવા વર્ષને આવકારવા માટે રંગીલા રાજકોટની યુવતીઓ અને મહિલાઓ પોતાની ખૂબસુરતીમાં વધુ નીખાર આવે તે માટે બ્યુટી પાર્લર કે સલુનમાં અગાઉથી જ બુકિંગ કરાવી લીધું છે અને સલૂન સંચાલકો થર્ટી ફર્સ્ટને ધ્યાનમાં રાખી ગ્રાહકોને આકર્ષવા માટે અવનવી સ્કીમ બહાર પાડી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા બે વર્ષથી કોરોનાને લીધે થર્ટી ફર્સ્ટની ઉજવણી થઈ શકી નથી, જ્યારે આ વર્ષે છૂટછાટ હોવાથી અત્યારે ખૂબ જ સારો એવો ટ્રાફિક છે. થર્ટી ફર્સ્ટને લઈને મહિલાઓ અને યુવતીઓ અત્યારે હેર કલર હાઈલાઈટ ફેન્સી કલર હેર સ્ટ્રેટનિંગ જેવી હેરની ટ્રીટમેન્ટ કરાવી રહી છે. જ્યારે સ્કીનમાં કેમિકલના બદલે ઓર્ગેનિક ટ્રીટમેન્ટના ચલણનો જબરો ક્રેઝ જોવા મળી રહ્યો છે. સાથે સાથે અવનવી ડિઝાઇનના નેલ આર્ટનો પણ ક્રેઝ વધ્યો છે. 


આ પણ વાંચો:


ગુજરાતમાં મહિલાઓ નથી સલામત, દર મહિને 45 મહિલાઓ પર બળાત્કાર


કેરીના રસિકો માટે ખુશખબર : આફૂસ અને કેસર ભરપૂર આવશે, ડિસેમ્બરે આપ્યા આ સંકેત


ગુજરાત કેબિનેટમાં ધો. 6થી 8 વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત,આ યોજના મજૂરોનું પેટ ઠારશે


થર્ટી ફર્સ્ટને લઈને હેર અને સ્કીન ટ્રીટમેન્ટમાં 10થી 30 ટકાનું ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે અને હેર કટીંગમાં એક સાથે એક ફ્રીની સ્કીમ રાખવામાં આવી છે. નવા વર્ષને આવકારવા માટે હું મારા પરિવાર અને મિત્રો સર્કલ સાથે થર્ટી ફર્સ્ટની રાત્રિના પાર્ટીની ઉજવણી કરીશ અને અલગ દેખાવા માટે હું અત્યારે હેર સ્ટ્રેટિંગ કરાવવા માટે આવી છું.


થર્ટી ફર્સ્ટની પાર્ટીને લઈને ખૂબ જ એક્સાઈટમેન્ટ 
હું છેલ્લા કેટલાય સમયથી થર્ટી ફર્સ્ટની રાત્રિ પાર્ટીની રાહ આતુરતા પૂર્વક જોઈ રહી હતી. છેલ્લા બે વર્ષથી કોરોના હોવાથી પાર્ટી થઈ શકી ન હતી. ત્યારે આ વર્ષે છૂટછાટ મળતા હું મારા પરિવારજનો સાથે નવા વર્ષને આવકારવા માટે થર્ટી ફર્સ્ટની પાર્ટીની ઉજવણી કરીશ જેને લઈને મને અત્યારથી જ ખૂબ જ એક્સાઈટ મેન્ટ છે. આ પાર્ટીમાં હું ખુબ જ સુંદર લાગુ તે માટે હેર સ્ટ્રેટનિંગ અને મેકઅપ કરાવવા માટે સલૂનમાં આવી છું.


આ પણ વાંચો:


યુવાઓ માટે સારા સમાચાર! ગુજરાત પોલીસ ભરતી 2023ને લઈને મોટા સમાચાર


કુદરતની કરામત કહો કે ગ્લોબલ વોર્મિગ! કડકડતી ઠંડીમાં કેસુડો ખીલતા આશ્ચર્ય


છોટાઉદેપુરના આ યુવકને દિલથી સલામ! ખેતી કરવા અનોખો સસ્તો રસ્તો શોધ્યો!