દિવ્યેશ જોશી/રાજકોટ; ફિલ્મી સ્ટાઈલથી આંખમાં મરચું નાખીને લુંટની ઘટનાઓ અનેક બને છે, ત્યારે ગત 25 તારીખે રાત્રે રાજકોટના કેકેવી હોલ નજીક કટલેરીના વેપારીની આંખમાં મરચું નાખીને બાઈક પર આવેલા શખ્સોએ 2 લાખ રૂપિયાની લુંટને અંજામ આપ્યો હતો. આ ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચે 9 આરોપીઓને ઝડપી પાડયા છે. જેમાં 3 સગીર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5 વર્ષ જૂના કેસમાં જિગ્નેશ મેવાણી, રેશમા પટેલ સહિત 10 નિર્દોષ જાહેર, જાણો શુ હતો કેસ


પૂર્વ કર્મચારીએ જ ઘડ્યો વેપારીને લુંટવાનો પ્લાન
રાત્રિના પોણા દસ વાગ્યા આસપાસ કટલેરીના વેપારી દુકાન બંધ કરી વેપારના 2 લાખ જેટલા રૂપિયા એક્ટિવાની ડેકીમાં રાખીને ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન કેકેવી હોલ નજીક બાઇક પર આવેલા અજાણ્યા બે શખ્સોએ તેમનો એકટીવા ઊભું રખાવી તેમની આંખમાં મરચાની ભૂકી છાંટી ડેકીમાં રહેલા બે લાખ રૂપિયા અને એકટીવા લઈને લૂંટારાઓ નાસી છૂટ્યા હતા. 


અમદાવાદમાં IPL મેચ દરમિયાન વરસાદ પડશે કે નહિ, આવી છે હવામાન વિભાગની આગાહી


માલવિયા નગર પોલીસે ઘટના સ્થળે પહોંચી આજુબાજુના સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.ક્રાઈમ બ્રાન્ચ પણ આ તપાસમાં જોડાઈ હતી અને 2 દિવસની અંદર લુંટમાં સંડોવાયેલા 6 શખ્સોને ઝડપી પાડયા છે.કુલ 9 લોકો આ લુંટમાં સામેલ હતા.જેમાંથી 3 સગીરો કાયદાના સંઘર્ષમાં આવ્યા છે.વેપારીની દુકાનમાં અગાઉ કામ કરી ચૂકેલા વિનોદ ગેડાણીએ જ તેના મિત્રો સાથે મળી લુંટનો પ્લાન ઘડીને લુંટને અંજામ આપ્યો હતો.


ગુજરાતમાં કોરોનાના કેસ વધતાં મોરારી બાપુ ચિંતિત, વ્યાસ પીઠ પરથી આપ્યું મોટું નિવેદન


આ રીતે આપ્યો લુંટને અંજામ
આરોપી વિનોદ અગાઉ કટલેરીની દુકાનમાં કામ કરતો હતો.જેથી તેને વેપારી કયા સમયે રૂપિયા લઇને ઘરે જાય છે તેનો ખ્યાલ હતો.વિનોદે તેના મિત્રોને વીસેક દિવસ પહેલા આ વાતની જાણ કરી લુંટનો પ્લાન ઘડ્યો.વિનોદે તેના મિત્ર લાલજી,દિવ્યેશ,જયસુખ અને અન્ય એક સગીર આરોપી સાથે મળીને લુંટનો પ્લાન ઘડ્યો. રેકી કરવા માટે વધુ માણસોની જરૂર હોવાથી અન્ય આરોપી મુસ્તાક,આર્યન અને અન્ય સગીરને લુંટના પ્લાનમાં સામેલ કર્યા.તમામ આરોપીઓએ અલગ અલગ દિવસે અલગ સમયે વેપારીના દુકાનથી ઘર સુધી રેકી કરી હતી. 


રામ નવમી પર ચમકી જશે આ 3 રાશિના જાતકોનું ભાગ્ય, દુર્લભ યોગનો મળશે લાભ


ત્યારબાદ ઘટનાના દિવસે આરોપી મુસ્તાક,આર્યન અને એક સગીર આરોપી ફરિયાદીની દુકાન સામે વોચમા ગોઠવાઈ ગયા અને એકબીજા સાથે મોબાઈલ પર સંપર્કમાં હતા.ફરિયાદી દુકાન બંધ કરીને નીકળ્યા બાદ અન્ય આરોપી જયસુખ અને એક સગીર આરોપીએ ફરિયાદીના એક્ટિવાનો પીછો કર્યો. ત્યારબાદ વેપારી તેના ઘર પાસે પહોચતા તેમને અન્ય આરોપી લાલજી,દિવ્યેશ અને અન્ય સગીર આરોપીને જાણ કરી.


પૌઆ ખાવાના શોખિન છો? : સરકારે બનાવ્યા નવા નિયમો, જાળવવી પડશે આ ક્વોલિટી


આ ત્રણેયએ ફરિયાદીનું સ્કૂટર ઉભુ રખવ્યું અને ફરિયાદીની આંખમાં મરચું નાખ્યું. આંખમાં મરચું જવાથી ફરિયાદી સ્કૂટર પરથી પડી ગયા અને ત્યારબાદ આરોપી લાલજી અને સગીરએ સ્કુટરની ડેકીમાંથી 2 લાખ રોકડા અને ફરિયાદીનું એક્ટિવા લઈને અલગ અલગ નાસી ગયા હતા.


જયસુખ પટેલ જેલમાંથી બહાર નીકળશે કે નહિ જેલમા રહેશે, શુક્રવારે લેવાશે નિર્ણય


માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી અને અલગ અલગ ટીમો બનાવી આજુબાજુના સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.આ દરમિયાન પોપટપરા મેઈનરોડ પરથી ક્રાઇમ બ્રાન્ચે તમામ આરોપીઓને ઝડપી પાડયા હતા અને 1.97 લાખ રોકડ,ગુનામાં ઉપયોગ કરાયેલા 3 બાઈક અને મોબાઈલ ફોન સહિત 3.56 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.