દિવ્યેશ જોશી/રાજકોટ: લગ્ન કરવા માટે વરરાજાઓ સૌપ્રથમ ઘોડા, હાથી, કાર, વિંટેજ કાર સહિતનો ઉપયોગ કરતા હતા. પરંતુ અત્યારે થોડો ટ્રેન્ડ અલગ જોવા મળી રહ્યો છે. હવે વરરાજા લગ્ન કરવામાં માટે જાય ત્યારે જાન હેલિકોપ્ટરમાં લઈ જાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


રાજકોટમાં પ્રથમ વખત એવું બન્યું કે દરબાર જ્ઞાતિના રિતી રિવાજ મુજબ દીકરીના લગ્ન પિતાના આંગણે થવાને બદલે દીકરીના સસુરાલ ખાતે કરવામાં આવે છે અને જેના લગ્ન થતાં હોય તે દીકરીને સસરા પક્ષ તરફથી ચારથી પાંચ લોકો તેડવા માટે આવે છે તેને તેના રીતિ રિવાજ મુજબ 'વેલ વિદાય' કહેવામાં આવે છે. દીકરીના પિતાએ હર્ષોલ્લાસ સાથે દીકરીને વેલ વિદાય આપી હતી. દીકરીની વેલ વિદાય વખતે પરિવારે ફૂલોનો વરસાદ કર્યો હતો.



ખંભાત પાસે આવેલ મિતલી સ્ટેટના બલવીરસિંહજી ગોહિલના પુત્ર ઋષિરાજસિંહજીના લગ્ન રાજકોટના શીતલ પાર્ક પાસે રહેતા વીરેન્દ્રસિંહ વાઢેરના પુત્રી હેમાંગીબા સાથે થવાના છે. દરબાર જ્ઞાતિના રીતી રિવાજ મુજબ જે દીકરીના લગ્ન થતા હોય તેને તેડવા માટે સસરા પક્ષમાંથી ચાર થી પાંચ લોકો આવે છે. તેને "વેલ" કહેવાય છે. 



રાજકોટના હેમાંગિબાને તેડવા માટે હેલિોપ્ટર આવ્યું હતું. હેલિકોપ્ટર તેડવા આવતા તે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. કદાચ પ્રથમ એવો કિસ્સો હશે કે જે દીકરીના લગ્ન થવાના હોય તેને તેડવા માટે "વેલમાં" હેલિકોપ્ટર આવ્યું હોય જેથી આ દ્રશ્ય જોવા માટે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા.