ગૌરવ દવે/રાજકોટ: રાજ્યમાં દિવસેને દિવસે ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે અને હવે તો ધોળા દિવસે મહિલા અસુરક્ષિત જણાઈ રહી છે. રાજકોટમાં મંગળા રોડ પર દારૂના નશામાં આવારા આધેડે હોસ્પિટલની નર્સની જાહેરમાં છેડતી કરી હતી. ત્યારબાદ આધેડને સ્થાનિકોએ બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. છેડતી કરનાર આધેડની પોલીસે ધરપકડ કરી લીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે રાજકોટના મંગળા રોડ પરની ઘટનાના સીસીટીવી સામે આવતા ખળભળાટ મચ્યો છે. આ ઘટનામાં દારૂના નશામાં આવારા આધેડે અધિન કૃત્ય કર્યું હતું. જેણે રસ્તે જઈ રહેલી હોસ્પિટલની નર્સને જાહેરમાં પકડી લીધી હતી. આ ઘટનાને પગલે આસપાસના સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. હોસ્પિટલની નર્સ યુવતીએ આક્ષેપ લગાવ્યો છે કે આઘેડ દ્વારા અવારનવાર છેડતી કરવામાં આવતી હતી. હાલ આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. 


ગુજરાતમાં રાહુલ ગાંધીએ સુતરની આંટી ન પહેરતા રાજકારણ ગરમાયું; ભાજપના નેતા ભરત ડાંગરે કર્યા આકરા પ્રહાર


આ ઘટનામાં દારૂના નશામાં અવારા બનીને હિનકૃત્ય કરનાર આધેડનું નામ બીજલ ઝરીયા ( 45 વર્ષીય) છે. સીસીટીવી વિડીયોમાં જોઈ શકાય છે કે, બપોરના સમયે હોસ્પિટલની નર્સ રોડ પર ચાલતી જઈ રહી છે ત્યારે સામેથી આવતો આધેડ શખસ તેણે રોકે છે અને પકડીને છેડતીનો પ્રયાસ કરે છે. નર્સ પ્રતિકાર કરતા આધેડ તેને માર મારતો જોવા મળે છે. આ દરમિયાન રોડ પરથી પસાર થતાં અન્ય લોકો ભેગા થઈ જાય છે અને બરાબરનો મેથીપાક ચખાડીની યુવતીને બચાવે છે. આ ઘટનાની જાણ ત્યારબાદ પોલીસને કરાતા તાત્કાલિક અસરથી આરોપી ભાવેશ બિજલભાઈ ઝરીયા નામના વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે.


PM મોદી ફરી ગુજરાતના પ્રવાસેઃ જાણો કઈ તારીખે આવશે અને શું છે તેમનો કાર્યક્રમ?


મહત્વનું છે કે, આ ઘટના પરથી ફલિત થઇ રહ્યું છે કે દારૂનો નશો કરીને આવી રીતે સરાજાહેર યુવતીઓની મહિલાઓની છેડતી કરનારા શખ્સોને હવે પોલીસનો કોઇ ડર રહ્યો નથી. ત્યારે સ્થાનિકો એવી પણ ચર્ચા કરતા નજરે પડયા કે જો લોકોએ આ નર્સને ન બચાવી હોત તો આ નર્સ સાથે કંઇક અઘટીત ઘટના પણ બની શકતી હતી. આ ગંભીર ઘટના બાદ એ ડિવિઝન પોલીસે આ શખ્સને ઝડપીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube