રાજકોટવાસીઓ સાવધાન!!! ધો. 10 થી 12 ના વિદ્યાર્થીઓમાં સંક્રમણ વધ્યુ, આ એક હકીકત જાણી લેજો...
બીજી બાજુ રાજ્યોની સ્કૂલોમાં તારીખ 20 જાન્યુઆરીથી કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં ખાનગી અને સરકારી 900 જેટલી હાઈસ્કૂલ આવેલી છે.
ઝી ન્યૂઝ/રાજકોટ: કોરોના મહામારી દરમિયાન જ્યારે શિક્ષણ જગતને સાવચેતીના પગલા રૂપે શિક્ષણ સમ્પુર્ણપણે બંધ કરવામા આવ્યુ છે, ત્યારે વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામા આવી રહ્યુ છે. દેશમાં હવે ઘણી જગ્યાએ કોરોના સંક્રમણ ઘટી જતા સ્કૂલો ફરી ખોલવામાં આવી છે. ત્યારે રાજકોટમાં બાળકો અને શિક્ષકોને લઈને એક મોટી હકીકત સામે આવી છે.
રાજકોટમાં ધોરણ 10 થી 12 ના વિદ્યાર્થીઓમાં સતત સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક મહિનામાં 69 સિત્તેર શાળામાં 72 વિદ્યાર્થીઓ અને 50 જેટલા શિક્ષકો કોરોનાથી સંક્રમિત થયા હોવાની માહિતી મળી રહી છે. હવે રાજકોટમાં આ રીતે કોરોનાનું સંક્રમણ વધતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. શું રાજકોટની ખાનગી અને સરકારી શાળાઓ બેદરકાર છે કે પછી ત્રીજી લહેરની પીક ટોચ પર છે? હાલમાં 6 હાઇસ્કૂલમાં કોરોના વાયરસના કેસ આવતા શિક્ષણ કાર્ય બંધ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં કોરોનાનો કહેર! સરકારના મંત્રીમંડળના બે મંત્રીઓને હોસ્પિટલાઇઝ કરાયા
બીજી બાજુ રાજ્યોની સ્કૂલોમાં તારીખ 20 જાન્યુઆરીથી કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં ખાનગી અને સરકારી 900 જેટલી હાઈસ્કૂલ આવેલી છે.
દેશમાં કોરોના સંક્રમણને કારણે લાંબા સમયથી તમામ રાજ્યોમાં શાળાઓ અને કોલેજો બંધ છે. જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પડી રહી છે. પરંતુ કેટલાક રાજ્યોમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થયા બાદ રાજ્ય સરકારોએ શાળાઓ અને કોલેજો ખોલવાનો નિર્ણય લીધો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube