આ જિંદગીની પરીક્ષા નથી, નાસીપાસ ન થાવ, રાજકોટમાં સામે આવ્યો દરેક યંગસ્ટર્સ માટે આંખ ઉઘાડનારો કિસ્સો
પોલીસ ભરતીની જાહેરાત કરવામાં આવી છે, ત્યારથી અનેક યુવાનો અને યુવતીઓ જોરદાર મહેનત કરી રહ્યા છે ત્યારે રાજકોટમાં પોલીસ ભરતીની દોડમાં નાપાસ થતાં યુવકે આપઘાત કરી લીધો છે. જેના કારણે લીલી સાજડિયાણી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ગૌરવ દવે/રાજકોટ: આજકાલ યંગસ્ટર્સ જીવનની પરીક્ષા હોય કે પછી પ્રેમમાં... અસફળતા મળ્યા બાદ નાસીપાત થઈને આત્મહત્યા કરી લેતા હોય છે. આવી જ એક ઘટના રાજકોટમાં નોંધાઈ છે. પોલીસ ભરતીની જાહેરાત કરવામાં આવી છે, ત્યારથી અનેક યુવાનો અને યુવતીઓ જોરદાર મહેનત કરી રહ્યા છે ત્યારે રાજકોટમાં પોલીસ ભરતીની દોડમાં નાપાસ થતાં યુવકે આપઘાત કરી લીધો છે. જેના કારણે લીલી સાજડિયાણી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ ઘટના વિશે જાણવા મળી રહ્યું છે કે, રાજકોટ જિલ્લાના લીલી સાજડિયાણી ગામમાં નિકુંજ મકવાણા નામનો યુવક પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યો છે, પરંતુ પોલીસ ભરતીની દોડમાં નાપાસ થતા યુવાનને લાગી આવ્યું હતું અને જાણે જિંદગીના તમામ દ્વાર બંધ થઈ ગયા હોય તેમ તેને કોઈ રસ્તો ન દેખાતા નાસીપાત થઈને આપઘાત કરી લેતાં નાના એવા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ ભરતી પ્રક્રિયામાં દોડમાં નાપાસ થતા યુવકે આપઘાત કર્યો હતો. ગઇ કાલે ઝેરી દવા પીધી હતી અને ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ આજે સારવાર દરમિયાન મોત થયું છે.
આખું ગામ હીબકે ચઢ્યું, દેવગઢ બારીયામાં જાતરની વિધિમાં બકરાં કાપીને ખાતા 5ના મોત, 14 સારવાર હેઠળ
અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં યોજાઇ રહેલી પોલીસ ભરતીમાં આ વખતે લાખો ઉમેદવારો ઉમેદવારી નોંધાવી છે. ત્યારે અત્યારે પોલીસ ભરતી પ્રક્રિયા માટેની શારીરિક કસોટી ચાલી રહી છે. એવામાં રાજકોટથી ભરતી માટે મહેનત કરી રહેલા યુવાને પરીક્ષામાં નાપાસ થતાં આપઘાત કરી લીધો છે.
આ કિસ્સો એવા લાખો યુવાનો માટે આંખ ઉઘાડનારો છે, જેઓ જિંદગીમાં નાસીપાત થઈને આત્મહત્યા કરવાનું પગલું ભરે છે. આ જિંદગીની પરીક્ષા નથી, તમે આ પરીક્ષામાં નાપાસ થયો છો તેનો મતલબ એવો નથી કે તમારા માટે દરેક જગ્યાએ દ્વાર બંધ થઈ ગયા છે. તમારી અર્થાંગ મહેનત અને પરિક્ષમ ક્યારેય એળે જતો નથી. તેનું આજ નહીં તો કાલે પણ ચોક્કસ ફળ મળે છે.
રાજકોટ: ઝૂંપડામાં લાઈટ જતા દીવો કરવા પિતાએ દીવાસળી ચાંપી, પેટ્રોલના કારણે ભડકો, બાળકીનું ભડથું થયું
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube