રાજકોટમાં હવે નથી રહ્યો ખાખીનો ડર: રોફ જમાવવા યુવકે કર્યું હવામાં ફાયરિંગ, શું પોલીસ કાયદાનું ભાન કરાવશે કે પછી...?
વાયરલ થયેલા વીડિયોમાં યુવક દ્વારા કરવામાં આવેલા ફાયરિંગના વીડિયોમાં ધડાકા સ્પષ્ટ સંભળાઈ રહ્યા છે. ત્યારે હવે લોકોના મનમાં એક જ સવાલ ઉદભવી રહ્યો છે કે શું હવામાં ફાયરિંગ કરી રોફ જમાવનાર રમેશ ખિમાણિયાની જાહેરમાં સરભરા કરી પોલીસ તેને કાયદાનું ભાન કરાવશે કે નહીં?
ગૌરવ દવે/રાજકોટ: સોશિયલ મીડિયામાં અનેક લગ્ન પ્રસંગ, ડાયરા કે ગરબામાં હવામાં ફાયરિંગ થતા વીડિયો જોયા હશે, આવી જ એક ઘટના રાજકોટમાં બની છે. રાજકોટમાં એક યુવક દ્વારા હવામાં ફાયરિંગ કરતો વીડિયો વાઈરલ થયો છે. જેના કારણે ખભભળાટ મચ્યો છે. રમેશ ખીમણિયા નામના યુવક દ્વારા કાલાવડ રોડ પર મોટલ ધ વિલેજ પાસે ફાયરિંગ કરતો વીડિયો વાયરલ થયો છે.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે રાજકોટ કાલાવડ રોડ પર આવેલી મોટલ ધ વિલેજ પાસે ઊભા રહી એક શખસ જાણે કાયદાનો સરેઆમ ધજાગરા ઉડાવતો હોય તેમ હવામાં બંદૂકથી ભડાકા કરતો વીડિયો ફરતો થયો છે. હવામાં ફાયરિંગ કરનાર શખસનું નામ રમેશ ખીમણિયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના સામે આવતા જ પોલીસ હરકતમાં આવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાયરલ થયેલા વીડિયોમાં યુવક દ્વારા કરવામાં આવેલા ફાયરિંગના વીડિયોમાં ધડાકા સ્પષ્ટ સંભળાઈ રહ્યા છે. ત્યારે હવે લોકોના મનમાં એક જ સવાલ ઉદભવી રહ્યો છે કે શું હવામાં ફાયરિંગ કરી રોફ જમાવનાર રમેશ ખિમાણિયાની જાહેરમાં સરભરા કરી પોલીસ તેને કાયદાનું ભાન કરાવશે કે નહીં? અથવા તો બીજા કેસની જેમ મોટા માણસો થકી આ કેસ પણ દબાવી દેવામાં આવશે, તે તો આગામી સમય દેખાડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube