ગૌરવ દવે/રાજકોટ: ગર્ભ પરિક્ષણનાં કાળા કારોબારનો પોલીસે પર્દાફાશ કર્યો છે. યુનિવર્સિટી રોડ પર આવેલ શિવ શક્તિ કોલોનીમાં આવેલ ભાડાના મકાનમાં ગર્ભપરીક્ષણ કરતા ડોક્ટર, કમ્પાઉન્ડર સહીત 4 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ગર્ભ પરીક્ષણ કરાવવા આવેલી મહિલાને પાંચ દિકરી હતી. જેથી છઠ્ઠું સંતાન દિકરી છે કે દિકરો તે જાણવા ગર્ભ પરિક્ષણ કરાવવા આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે કૌંભાડમાં ગર્ભપરીક્ષણ કરવાનું પોર્ટેબલ મશીન કબજે કરી તપાસ શરૂ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે રાજકોટનાં યુનિવર્સિટી પોલીસને માહિતી મળી હતી કે, શહેરનાં યુનિવર્સીટી રોડ પર શિવ શક્તિ કોલોનીમાં 204 નંબરનાં મકાનમાં મહિલાનું ગર્ભ પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. જેનાં આધારે પોલીસે રેડ કરતા આરોપીઓ ગર્ભ પરીક્ષણ કરતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ગર્ભ પરીક્ષણ કરવાનું મશીન, જેલ સહિત કુલ 2 લાખ 90 હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં થાનની મહિલા નયના વાણીસીયાનું ગર્ભ પરિક્ષણ કરવામાં આવતું હતું. ગર્ભ પરિક્ષણ કરવું ગુનો હોવાથી પોલીસે મહિલાની પણ ધરપકડ કરી હતી. હાલ પોલીસ તપાસ શરૂ કરી છે.


માતાપિતા માટે ચેતવણી રૂપ કિસ્સો; એકલા 4 બાળકોએ ધતુરાનું શાક બનાવીને ખાધું, અને પછી...


મેટોડા સ્થિત સંજીવની હોસ્પિટલની નર્સ દ્વારા સુરેન્દ્રનગરની મહિલાને ગર્ભપરીક્ષણ માટે ડો. મુકેશ ટોળીયાનો સંપર્ક કરાવ્યો હતો. અને ગર્ભપરીક્ષણ માટે આવેલ સુરેન્દ્રનગરની મહિલાને સંતાનમાં પાંચ દીકરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે ડોક્ટર, કમ્પાઉન્ડર, નર્સ અને પરીક્ષણ કરાવવા આવેલ મહિલાની ધરપકડ કરી જેલનાં સળીયા ગણતા કરી દીધા છે. હાલ આરોપીઓએ કોના અને કેટલા ગર્ભ પરિક્ષણ કર્યા તેમજ ગર્ભપાત કર્યા છે તેને લઇને તપાસ શરૂ કરી છે.


છેલ્લા દોઢ મહિના થી બી.એચ.એમ.એસની ડીગ્રી ધરાવતો મુકેશ ટોળીયા અને ધોરાજીનો વતની અવેશ પીંજારા ગર્ભ પરિક્ષણ કરવાનું કામ શરૂ કર્યું હતું. નેપાળથી અવેશ પિંજારા પોર્ટેબલ સોનોગ્રાફી મશિન લઇ આવ્યો હતો. આરોપીઓએ 3 જેટલી મહિલાઓનાં ગર્ભ પરિક્ષણ કર્યા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ મહિલા પાસે ગર્ભ પરિક્ષણ કરવાનાં 10 હજાર થી લઇને 25 હજાર સુધીની રકમ વસુલ કરતા હતા. પોલીસનાં કહેવા મુજબ, આ ગર્ભ પરિક્ષણ કરતી ટોળકી જો કોઇને ગર્ભપાત કરાવવો હોય તો તેના માટે મેટોડાની સંજીવની હોસ્પિટલ સાથે સંપર્કમાં હતા. જોકે હજું સુધી કોઇ ગર્ભપાત અંગે માહિતી મળી નથી. જો ગર્ભપાત કરાવ્યા હશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube