ગુજરાતના શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના: વધુ માર્ક્સ આપવાની લાલચે પ્રોફેસર બે યુવતીઓને...
એક પ્રોફેસરે શિક્ષણ જગતને શર્મસાર કર્યું છે. ત્યારે પ્રોફેસરે માત્ર સારા માર્કસની લાલચ આપી વિદ્યાર્થીઓ પાસે અભદ્ર માંગણી કરી હોવાની વાતો ચર્ચાઈ રહી છે. જેમને લઇ તપાસનો પણ ધમધમાટ શરૂ થયો છે.
દિવ્યેશ જોશી/રાજકોટ: વધુ એક વખત શિક્ષણ જગતને શર્મશાર કરતો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં એક પ્રોફેસરે શિક્ષણ જગતને શર્મસાર કર્યું છે. ત્યારે પ્રોફેસરે માત્ર સારા માર્કસની લાલચ આપી વિદ્યાર્થીઓ પાસે અભદ્ર માંગણી કરી હોવાની વાતો ચર્ચાઈ રહી છે.
રાજકોટના કલાવડ રોડ પર આવેલી માતૃશ્રી વીરબાઈ કોલેજ વિવાદમાં આવી છે, જેમનું કારણ છે તે જ કોલેજમાં ભણવતા એક પ્રોફેસર કે જેમના લીધે શિક્ષણ જગત બદનામ થઈ રહ્યું છે. તે પ્રોફેસરનું નામ તેરૈયા છે કે જેમને તેમની જ પાસે અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ પાસે અભદ્ર માંગણી કરી હોવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. સમગ્ર ઘટના પર નજર કરીએ તો માતૃશ્રી વીરબાઈમા મહિલા કોલેજના સાયન્સના પ્રોફેસર સંજય તેરેયા દ્વારા બે વિદ્યાર્થિની પાસે અભદ્ર માંગ કરતા સમગ્ર મામલો એન્ટિ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કમિટી પાસે પહોંચ્યો હતો. જેમને લઇ તપાસનો પણ ધમધમાટ શરૂ થયો છે.
સમગ્ર ઘટના ત્રણ મહિના પહેલા બની હતી. જેમાં સંજય તેરેયાએ વિદ્યાર્થિની પાસે સારા માર્કસે પાસ કરી દેવાની લાલચ આપી અભદ્ર માંગ કરતા વિધાર્થિનીઓએ કોલેજના પ્રિન્સિપાલ કે જે ગણાત્રાને લેખિત અરજી આપી હતી. પરંતુ કદાચ આ ઘટનાને પ્રિન્સિપાલ દ્વારા પણ ગંભીરતાથી ન લેવાઈ હોય તેવું સામે આવ્યું છે, કારણ કે 3 મહિના પહેલા આપેલી અરજીની કેમ ૩ મહિના બાદ ધ્યાને લઇ અને તપાસ કરવામાં આવી છે.
આ સમગ્ર ઘટના હવે મીડિયામાં આવી છે. ત્યારે એ પણ જાણવા મળી રહ્યું છે કે આ લંપટ શિક્ષકની કરતૂતો જાણવા એક તપાસ કમિટી રચવામાં આવી છે અને એક સપ્તાહમાં રિપોર્ટ આવી ગયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેમ કોલેજના પ્રિન્સિપાલ ગણાત્રાએ જણાવ્યું હતું. જોકે આઘાતજનક બાબત એ છે કે બે વિદ્યાર્થિનીએ 3 મહિના પહેલા અરજી કરી હતી અને પ્રિન્સિપાલે દોઢ માસ સુધી તેમાં કોઇ કાર્યવાહી જ કરી ન હતી.
માતૃશ્રી વીરબાઈમા મહિલા કોલેજમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીએ સપ્ટેમ્બર મહિનામાં એન્ટિ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ સેલને અરજી કરીને કોલેજમાં સાયન્સના પ્રોફેસર તરીકે ફરજ બજાવતા સંજય તેરૈયા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. ત્યારે આ લંપટ શિક્ષક સામે ક્યારે પગલા લેવાશે તે પણ પ્રશ્ન થઈ રહ્યો છે.
સમગ્ર ઘટના અંગે તપાસ સમિતિએ પણ પ્રિન્સિપાલને રિપોર્ટ છે તે સોંપી દીધો છે. ત્યારે જોવાનું એ રહશે કે આ લંપટ શિક્ષક વિરૂદ્ધ હવે શું પગલા લેવામાં આવે છે. અને આ અંગે NSUI ના પ્રદેશ મંત્રીએ જણાવ્યું હતું કે આ બનાવમાં જવાબદાર પ્રોફેસર સામે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં NSUI ઉગ્ર આંદોલન કરી હલ્લાબોલ મચાવશે. તેમજ ઝી 24 કલાકે તપાસ કમિટી સાથે જે વાત કરી તે દરમિયાન તપાસ કમિટી અને કોલેજના પ્રિન્સિપાલ તેમજ મેનેજમેન્ટ આ લંપટ પ્રોફેસરને ક્યાંકને ક્યાંક બચાવવાના પ્રયાસ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું.
આજે આ ઘટનાના પગલે જ્યારે કોલેજ કાયમી આવતા પ્રોફેસર આજે અચાનક કોલેજ ન આવી ક્યાંક ગાયબ થઈ ગયા હતા, ત્યારે તેમને લઇ પણ અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે. આ સમગ્ર ઘટનામાં NSUIએ પણ ઝંપલાવ્યું છે અને આ શિક્ષકને બળ તરફ કરવાની માંગ પણ કરી છે. જો આગામી દિવસોમાં શિક્ષક સામે પગલા લેવામાં નહીં આવે તો આંદોલનની પણ આપી છે.
આ સમગ્ર બનાવવામાં એક મહત્વની વાત એ છે કે જે વિદ્યાર્થીનીએ હિંમત કરી પ્રોફેસર સામે આવાજ ઉઠાવ્યો તે જ પ્રોફેસર છેલ્લા ચાર મહિનાથી આ વિદ્યાર્થીઓને ભણાવી રહ્યો છે એટલે ક્યાંકને ક્યાંક કોલેજના મેનેજમેન્ટ દ્વારા તપાસના નામે ડિંડક ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.