સાવધાન! રાજકોટમાં મિનરલના નામે પાણી વેંચનારા બે ઉત્પાદકોને કરાયો લાખોનો દંડ, આ વાતનું ધ્યાન રાખજો નહીં તો...
RMCના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, એરોબિક માઇક્રોબાયલ કાઉન્ટ વધારે ન હોવા જોઇએ. આ કાઉન્ટ વધારે હોવાથી પેટને લગતા રોગ થઇ શકે, આતરડાંના રોગ, ઝાડા ઉલટી જેવા રોગ થઇ શકે છે. પાણીની બોટલમાં એરોબિક બેક્ટિરીયાની હાજરી જોવા મળી છે.
રાજકોટ: મહાનગરપાલિકા દ્વારા મિનરલ વોટર બનાવતી બે જેટલી કંપનીઓને લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. બીશવીન બેવરેજીસ અને મેક્સ બેવરેજીસ નામની કંપનીઓને લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. મનપાના ઇતિહાસમાં પ્રથમ વખત ભેળસેળિયા વેપારીને લાખો રૂપિયાનો આકરો દંડ ફટકારવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. યીસ્ટ અને મોલ્ડ કાઉન્ટ લેબોરેટરી તપાસમાં આ બહાર આવ્યું છે. આ સિવાય ખોડીયાર પ્રોવિઝન સ્ટોરમાંથી દિવેલના ઘીમાં ભેળસેળ બહાર આવતા વેપારીને 5,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઘટના બાદ ખાણીપીણીના ભેળસેળિયા વેપારીઓને પણ આવી રીતે સામાન્યના બદલે આકરો દંડ ફટકારવામાં આવે તો ભેળસેળને અટકાવી શકાય તેમ છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, બીશવીન બેવરેજીસ કંપનીને 15 લાખનો દંડ અને મેક્સ બેવરેજીસ નામની કંપનીને 8 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ત્યારે રાજકોટના વેદવાળી વિસ્તારમાં આવેલા બીશવીન બેવરેજીસ નામની કંપનીને ત્યાં ઝી ૨૪કલાકની ટીમ પહોંચી ત્યારે ફેક્ટરીના સ્થળે હજુ પણ મિનરલ વોટરનું કામ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.
જે તે સમયે આરોગ્ય વિભાગ દ્વારા મીનરલ વોટરના નમૂના લેવામાં આવ્યા હતા. જે તે સમયે નમુના પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં પાણીમાં રહેલા એરોબિક માઇક્રોબાયલના કાઉન્ટ પાણીમાં વધુ હોવાનું સામે આવ્યું હતું. એરોબિક માઇક્રોબાઈલ પાણીમાં હોય જ છે પરંતુ મિનરલ વોટર બનાવતી કંપનીએ તેને દૂર કરવાના હોય છે. જે તે સમયે ટેકનિકલ કારણોસર એરોબિક માઈક્રોબાઈલ કાઉન્ટ પાણીમાંથી દૂર કરવાના રહી ગયા હતા. જેના કારણે મહાનગરપાલિકા દ્વારા અમને દંડ ફટકારવામાં આવ્યો છે.
RMCના આરોગ્ય અધિકારીનું નિવેદન.
RMCના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, એરોબિક માઇક્રોબાયલ કાઉન્ટ વધારે ન હોવા જોઇએ. આ કાઉન્ટ વધારે હોવાથી પેટને લગતા રોગ થઇ શકે, આતરડાંના રોગ, ઝાડા ઉલટી જેવા રોગ થઇ શકે છે. પાણીની બોટલમાં એરોબિક બેક્ટિરીયાની હાજરી જોવા મળી છે. ૩૭ ડિગ્રી તાપમાનમાં મેનુફેક્ચરીંગના પ્રથમ ૨૪ કલાકમાં પ્રતિ ML ૨૦ કાઉન્ટ હોવા જોઇએ.જ્યારે આ પ્રોડક્ટમાં ૬૨૦૦ કાઉન્ટ જોવા મળ્યા હતા. તેમજ ૨૦-૨૨ ડિગ્રી તાપમાનમાં મેન્યુફેક્ચરીંગના ૭૨ કલાક સુધીમાં ૧૦૦ કાઉન્ટ હોવા જોઇએ જેની સામે ૧૧૨૦૦ કાઉન્ટ જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી ખાણીપીણીના ધંધાર્થીઓ વધુ રૂપિયા કમાવાની લાલચે ખાણીપીણીમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે. ત્યારે મિનરલ પાણીનું ઉત્પાદન કરતી આ બંને કંપનીને જેવી રીતે આકરો દંડ ફટકારવામાં આવ્યો છે તેવી જ રીતે જો ખાણીપીણીના ધંધાર્થીઓને આકરો દંડ ફટકારવામાં આવે તો ભેળસેળ થતી અટકાવી શકાય.
મહત્વનું છે કે, પાણીની બોટલમાં એરોબિક બેક્ટેરિયાની હાજરી 37° તાપમાનમાં મેન્યુફેક્ચરિંગના પ્રથમ 24 કલાકમાં પ્રતિ એમએલ 20 કાઉન્ટ જ હોવા જોઈએ. પરંતુ મહાનગરપાલિકાએ જે કંપનીઓને દંડ ફટકાર્યો છે તેમની પ્રોડક્ટમાં 20 કાઉન્ટની જગ્યાએ 6200 કાઉન્ટ જોવા મળ્યા હતા. 20થી 22 ડિગ્રી તાપમાનમાં મેન્યુફેક્ચરિંગના 72 કલાક સુધીમાં 100 જેટલા કાઉન્ટ હોવા જોઈએ. જેની સામે 11200 જેટલા કાઉન્ટ જોવા મળ્યા હતા. આ પાણી પીવાથી આંતરડાના રોગ પણ થઈ શકે તેમ છે. તેમજ ઝાડા ઉલટી જેવી બીમારી પણ થઈ શકે છે.
રિસર્ચમાં થયો ખુલાસો
ફ્રંટિયર્સ ડોટ ઓઆરજીના રિસર્ચમાં ખુલાસો થયો છે કે જેવી જ બોટલમાં બંધ પાણી સૂર્યના પ્રકાશના સંપર્કમાં આવે છે અને ગરમ થવા લાગે છે તો પ્લાસ્ટિકની બોટલમાં રહેલા માઈક્રોપ્લાસ્ટિક તેમાં ખુલવા લાગે છે. તે પાણી દ્વારા આપણા શરીરમાં જાય છે અને બોડીના હોર્મોન્સને નુકસાન પહોંચાડે છે. એટલે સુધી કે તે આપણી એન્ડોક્રાઈન સિસ્ટમને નષ્ટ કરી દે છે. જો તમે પણ લાંબા સમય સુધી બોટલમાં બંધ પાણી પીવો છો તો તમારી અંદર ઈન્ફર્ટિલિટીની સમસ્યા પેદા થઈ જશે, એટલે કે તમે ભવિષ્યમાં માતા અથવા પિતા નહીં બની શકો. આ બોટલનું પાણી પણ તમારા લીવરને નુકસાન પહોંચાડે છે.