સત્યમ હંસોરા, રાજકોટ: અંતે રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોના ઉપવાસનો અંત આવ્યો છે. બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ડી. કે. સખિયા મધ્યસ્થી બનવા પહોંચ્યા હતા અને ખેડૂતો અને સરકાર વચ્ચે સખિયા મધ્યસ્થી બન્યા હતા. કપાસના પાક વીમાની જાહેરાત કરવા, ચેકડેમ અને તળાવ ઊંડા તેમજ જરૂરિયાત વાળા રિપેરીંગ કરવા અને ભાવાંતર યોજનાની માગ સાથે ખેડૂતોએ ઉપવાસ આંદોલન કર્યા હતા. ઉપવાસનો આજે ચોથો દિવસ હતો. ખેડૂતોએ ઢોલ નગારા વગાડીને પણ વિરોધ નોંધાવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુઓ VIDEO...


VIDEO: CM રૂપાણી અને શિક્ષણમંત્રી શિક્ષકો પર લાલઘૂમ, ચુડાસમાએ કહ્યું-'વેતન લો છો તો કામ કરવું પડશે'


ભાવાંતર યોજના જેમ બને તેમ વહેલી લાગુ કરવા અને કપાસનો પાક વીમો ચૂકવવા માટેની લેખિતમાં બાહેધરી મળતા આંદોલનનો અંત આવ્યો. 15 દિવસમાં ખેડૂતોને કપાસનો પાક વીમો ચૂકવવામાં આવશે. 


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...