Rajkot News રાજકોટ : હીરાસર ખાતે આવેલું રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ આજથી કાર્યરત થયું છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રથમ ફ્લાઈટ 8 વાગ્યે ઇન્દોરથી આવી પહોંચી હતી. પ્રથમ ફલાઇટની વોટર કેનનથી સ્વાગત કરાયુ હતું. હાલ ડોમેસ્ટિક ફ્લાઈટસ જ નવા એરપોર્ટ પરથી ચાલુ રહેશે. જોકે, ઇન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થતાં હજુ સમય લાગી શકે છે. જુના ટાઈમ ટેબલ મુજબ જ નવા ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ડોમેસ્ટિક ફલાઈટ ચાલુ રહેશે. હાલ રાજકોટથી દેશના અલગ અલગ શહેરોમાં આવવા જવા માટે દરરોજ 11 ફ્લાઇટની અવર જવર થઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મધ્ય પ્રદેશથી આવેલી પહેલી ફ્લાઇટ લેન્ડ થઈ હતી. ઇન્દોરથી આવેલી ફ્લાઇટનું વોટર કેનનથી ભવ્ય સ્વાગત કરાયુ હતું. રાસ-ગરબાની રમઝટ સાથે મુસાફરોનું સ્વાગત કરાયું હતું.ગરબાની રમઝટ સાથે સાંસદો અને ધારાસભ્યોની હાજરીમાં આ ફ્લાઈટનાં મુસાફરોને તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.


રાજકોટથી 31 કિલોમીટર દૂર બનાવાયેલું હીરાસર એરપોર્ટ હવે રાજકોટનું નવુ નજરાણું બનશે. રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનો આજથી પ્રારંભ કરાયો છે. 27 જુલાઈએ વડાપ્રધાનને આ એરપોર્ટનો પ્રારંભ કર્યો હતો. જેના બાદ નેતાઓએ દીપ પ્રાગટ્ય કરીને એરપોર્ટનો પ્રારંભ કરાવ્યો હતો. સાવેર 8 વાગ્યે ઈન્દોરથી પહેલી ફ્લાઈટ આવી પહોંચી હતી, જેનું વોટર કેનનથી સ્વાગત કરાયું હતું. એટલુ જ નહિ, એરપોર્ટ પર ગરબાની રમઝટ પણ જામી હતી. ફ્લાઈટથી ઉતરેલા તમામ મુસાફરોને તિલક લગાવી સ્વાગત કરાયું હતુ. 
 


વધુ એક સ્વામીનારાયણ અનુયાયીનું વિવાદિત નિવેદન, હિન્દુ દેવતા વિરુદ્ધ ભડકાઉ શબ્દ બોલ્ય


વડાપ્રધાન પીએમ મોદીના હસ્તે થોડા સમય પહેલા હિરાસર ખાતે ગુજરાતના સૌપ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટનો શુભારંભ થયો હતો. હિરાસર દેશનું ૧૨મું ગ્રીનફિલ્ડ એરપોર્ટ-દેશમાં અન્ય ૧૧ ગ્રીનફિલ્ડ એરપોર્ટ કાર્યરત-આવનારા ૩ વર્ષમા અન્ય ૫ નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનવાની ધારણા છે. ગ્રીનફિલ્ડ એરપોર્ટ એટલે એવું એરપોર્ટ કે જે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ હોય. જ્યાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું પાયાથી બાંધકામ શરૂ થયું હોય, કોઇ હયાત એરપોર્ટ કે માળખામાં બદલાવ કે અપગ્રેડ કરીને બનાવાયું ન હોય. સામાન્ય રીતે શહેરની બહાર આવેલી ખેતીની કે વણવપરાયેલી જમીન પર શૂન્યમાંથી સર્જન કરીને પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવે તેને ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ કહેવામાં આવે છે. આવા પ્રોજેક્ટ માટે એવી જમીન સંપાદિત કરવામાં આવે છે કે જેનું માળખું ન્યૂનતમ હોય છે, જેનો ફાયદો એ છે કે જમીન પર કોઈ જૂનું બાંધકામ કે રોડ ન હોવાથી નવા પ્રોજેક્ટની ડિઝાઇન માટે કોઇ મર્યાદા નડતી નથી, તરત જ નિર્માણકાર્ય શરૂ કરી શકાય છે અને ખાલી જમીનના ઉપયોગ થકી વિકાસ થાય છે. ઉપરાંત આવી જમીન પર મોટો પ્રોજેક્ટ કરવા માટે શહેરના બહારના અવિકસિત વિસ્તારમાં માળખાગત સુવિધાઓના નિર્માણ સાથે નવા ધંધા રોજગારની તકો ઉભી થાય છે.


સપ્ટેમ્બરમાં સારા વરસાદની આગાહી : ભારેથી અતિભારે વરસાદનો બીજો રાઉન્ડ આવશે