ગૌરવ દવે, રાજકોટ: ગુજરાત (Gujarat) માં અત્યારથી આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. એક તરફ ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ પુરવા માટે હાઇકમાન્ડ પ્રશાંત કિશોરને જવાબદારી સોંપી શકે છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ના નેતા અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) ગુજરાત (Gujarat) માં તમામ 182 સીટો પર પોતાના ઉમેદવાર ઉભા રાખવાની જાહેરાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારે પાટીદાર (Patidar) પાવર બાદ હવે ક્ષત્રિય સમાજ દ્વારા મુખ્યમંત્રી (CM) બનાવવાની માંગ ઉઠી છે. આજે રાજકોટ કરણી સેના (Karni Sena) ના અધ્યક્ષ જે. પી જાડેજા (JP Jadeja) એ મોટું નિવેદન આપતાં કહ્યું હતું કે આગામી સમયમાં ક્ષત્રિય સમાજના મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી છે. તેમણે કહ્યું હતું કે ગુજરાતના વિકાસમાં ક્ષત્રિય સમાજનો પણ સિંહફાળો રહ્યો છે. શંકરસિંહ વાઘેલા, પ્રદિપસિંહ જાડેજા, શક્તિસિંહ ગોહિલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આઇ.કે. જાડેજા જેવા નેતાઓમાંથી કોઇને મુખ્યમંત્રી બનાવાની માંગ કરી છે. 


Online DL કઢાવવાનું વિચારી રહ્યા છો તો સાવધાન થઈ જજો, નહીતર RTO ના બદલે ખાવ પડશે પોલીસ સ્ટેશનના ધક્કા


અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત (Gujarat) માં ફરી એકવાર પાટીદારો સક્રિય થયા છે. જો કે આ વખતે પાટીદારો સંયુક્ત પાવર બતાવવાનાં મુડમાં હોય તેવું લાગી રહ્યું છે. ખોડલધાનમાં પ્રમુખ નરેશ પટેલે (Naresh Patel) મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, હવે કડવા કે લેઉવા નહી પરંતુ હવે સમગ્ર ગુજરાતમાં માત્ર પાટીદારો જ કહેવાશે. 


મગજ ચકરાવે ચડી જાય એવા નુખસા અપનાવે છે બુટલેગરો, ચોખાના ભૂંસામાંથી ઝડપાયો દારૂ


આ ઉપરાંત નરેશ પટેલે (Naresh Patel) પાટીદાર મુખ્યમંત્રી હોવો જોઇએ તેવો પણ એક મમરો મુક્યો હતો. જેના પગલે રાજકીય વર્તુળોમાં ફરી એકવાર ગરમી જોવા મળી રહી છે. હવે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ત્રિપાંખિયા જંગની સાથે-સાથે જાતિવાદનું સમીકરણ પણ જોવા મળશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube