ગૌરવ દવે/રાજકોટ :રાજકોટના કાગદડી ખોડિયાર આશ્રમના મહંત જયરામદાસ બાપુના આપઘાતનો મામલો ગરમાયો છે. પોલીસે આશ્રમમાંથી પુરાવાઓ એકત્ર કર્યાં છે. દેવ હોસ્પિટલમાં તબીબ દ્વારા હાર્ટ એટેકનો રિપોર્ટ આપતા તપાસ તેજ બની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાગદડી ગામે આવેલા ખોડિયાર આશ્રમના મહંતનું 1 જૂનના રોજ રહસ્યમય રીતે મોત નીપજ્યું હતું, જેનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. મહંત પાસેથી સ્યૂસાઈડ નોટ પણ મળી આવી હતી. આરોપીઓએ બે મહિલા સાથેના મહંતના 6 આપત્તિજનક વીડિયો ઉતારી હનીટ્રેપમાં ફસાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, દોઢેક વર્ષ પહેલાં મહંતનો એક મહિલા સાથેનો વીડિયો બતાવી આરોપી અને ટ્રસ્ટના ટ્રસ્ટીના અલ્પેશ પ્રતાપ સોલંકી (રહે.પેઢાવાડા, તા.કોડીનાર) અને હિતેષ લખમણ જાદવ (રહે.પ્રશનાવાડા, તા.સુત્રાપાડા, જિ.ગીર-સોમનાથ) બાપુને બ્લેકમેઇલ કરી રહ્યા હતા. બાપુ પાસેથી આરોપીઓએ રૂપિયા પણ પડાવી લીધા હતા. આ કાવતરામાં રાજકોટના ગાંધીગ્રામમાં રહેતો વિક્રમ દેવજી સોહલા આરોપીઓની મદદ કરતો હતો.


આ પણ વાંચો : સ્કૂલ ફી અને રથયાત્રા અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોટું નિવેદન


આ મામલે ડીસીપી ઝોન 1 ના પ્રવીણકુમાર મીણાએ માહિતી આપી કે, મહંત જયરામદાસ બાપુના આપઘાત કેસમાં 4 ટીમ તપાસ કરવા બનાવાઈ હતી. એફ.એસ.એલ દ્વારા ગાદલામાંથી ઝેરી દવાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. સીસીટીવી ફુટેજમાં 30 તારીખે વિક્રમ ભરવાડ આશ્રમમાં હાજર હોવાનું જણાયું હતું. આરોપી વિક્રમ ભરવાડના હાથમાં લાકડાનો દંડો જોવા મળ્યો છે. આરોપી વિક્રમની સાથે અન્ય લોકો પણ હાજર હતા. 


ડીસીપીએ જણાવ્યું કે, મહંત આત્મહત્યાકેસમાં ટ્રસ્ટીઓની પણ ભૂમિકા ખુલી શકે છે. મહંતે આપઘાત કર્યો હોવાની જાણ હોવા છતાં પોલીસને જાણ ન કરી. 20 થી 21 લાખ રૂપિયા મહંત પાસેથી આરોપીઓએ પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. 30 તારીખે રાત્રે 9 વાગ્યા પછી માત્ર મહંત સહિત ત્રણ વ્યક્તિઓ જ સીસીટીવીમાં દેખાઈ રહ્યા છે. 


આ પણ વાંચો : મોતના સોદાગર કૌશલ અને પુનિત રેમડેસિવિર ઈન્જેક્શન કૌભાંડમાં કરોડો કમાયા, તપાસ ચાલુ


ઉલ્લેખનીય છે કે, મહંત જયરામદાસ બાપુએ 31 તારીખે ગૌ શાળામાં દવા પીને આત્મહત્યા કરી હતી. 1 તારીખે પ્રવીણભાઈ સવારે ઉઠાડવા જતા બાપુ મૃત હોવાનું સામે આવ્યું હતું. મહંતને 30 તારીખે આરોપી સાથે માથાકૂટ થઈ હતી. આ આરોપીએ મહિલા સાથેનો વીડિયો બતાવીને મહંતને બ્લેક મેઇલિંગ કરતા હતા. બાપુને ઉલટી થતા દેવ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. જોકે, પહેલા પોલીસને આ અંગે જાણ કરી નહોતી. આરોપીઓ દોઢ વર્ષથી બાપુના સંપર્કમાં હતા. મહિલા સાથેનો આપત્તિજનક વીડિયો હોવાથી આરોપીઓ બાપુને બ્લેકમેઇલિંગ કરતા હતા. ત્યારે પોલીસે સીસીટીવી કેમેરા કબ્જે કરી તપાસ શરૂ કરી હતી.