રક્ષિત પંડ્યા/રાજકોટ: રાજકોટનાં રેસકોર્ષ મેદાનમાં ચાલી રહેલા મલ્હાર લોકમેળાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે સૌરાષ્ટ્રભરમાંથી આજે માનવ મહેરામણ મેળાની મોજ માણવા માટે ઉમટી રહ્યું છે. પાંચ દિવસ દરમિયાન આશરે 10 લાખ લોકોએ મેળાને મહાલ્યો હતો. વિવિધ રાઇડોમાં લોકોની કિલકારીઓ ગુંજતી જોવા મળી હતી. તો બીજી તરફ પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત રાખીને મેળાને સફળ બનાવ્યો હતો.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરાષ્ટ્રની પરંપરાગત લોકસંસ્કૃતિમાં મેળાનું વિશિષ્ટ સ્થાન રહ્યું છે. ત્યારે રાજકોટનાં રેસકોર્ષ મેદાનમાં યોજાતા લોકમેળાનો આજે છેલ્લો દિવસ છે. પાંચ દિવસ દરમિયાન આશરે 10 લાખ લોકોએ મલ્હાર લોકમેળાની મોજ માણી છે. વિવિધ રાઇડો જેવી કે, આકાશે આંબતા ચકડોળ, ટોરાટોરા, ચકરડી, મોતનાં કુવા સહિતની રાઇડોમાં લોકોની કિલકારીઓ જોવા મળતી હોઇ છે. તો બીજી તરફ રાજકોટ પોલીસે પાંચ દિવસ સુધી લોકો મેળાનો આનંદ ઉઠાવી શકે તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો.


IAS ગૌરવ દહિયા કેસ : કથિત પ્રેમ પ્રકરણ કેસમાં ગૌરવ દહિયા મહિલા આયોગ સામે હાજર


પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે કહ્યું હતું કે, 3 હજાર પોલીસ જવાનોની મહેનતથી સામાન્ય લોકોએ પાંચ દિવસ સુધી મેળાની મોજ માણી છે. પાંચ દિવસ દરમિયાન લોકમેળામાં 12000 જેટલા બાળકોને આઇકાર્ડ આપવામાં આવ્યા હતા. જેને કારણે 104 બાળકો જે માતા પિતા થી વિખુટા પડ્યા હતા તેને શોધીને  પોલીસે પરત કર્યા હતા. જ્યારે 178 જેટલા મોબાઇલ ચોરી થવાનું સામે આવ્યું છે જેમાંથી 4 મોબાઇલ શોધીને પોલીસે પરત કર્યા છે. 70થી વધુ લોકો પોકેટીંગ કરતા પોલીસનાં હાથે લાગ્યા છે. જ્યારે 20થી વધુ શખ્સો લોકમેળામાં મહિલાઓ અને યુવતીઓની છેડતી કરતા પકડાયા હતા જેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.


વડોદરા જિલ્લા પંચાયતમાં ભાજપનો સતત ત્રીજી વાર કોંગ્રેસ પાસેથી સત્તા છીનવવાનો પ્રયાસ, પ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત


આજે છેલ્લા દિવસે મોડી રાત સુધી વિવિધ રાઇડોમાં સૌરાષ્ટ્રવાસીઓ મેળાની મોજ માણતા નજરે પડશે. જોકે પાંચ દિવસ દરમિયાન 10 લાખ લોકોએ લોકમેળાને મહાલ્યો હતો. ચકરડી અને ફજતફારકામાં લોકોની ભીડ જોવા મળી રહી છે. ત્યારે સૌરાષ્ટ્રવાસીઓએ જન્માષ્ટમીની ધામધુમ થી ઉજવણીની સાથે મેળાની પણ મોજ માણી હતી.


જુઓ LIVE TV :