ઝી ન્યૂઝ/રાજકોટ: ગુજરાત સહિત દેશ-વિદેશમાં ભવ્ય લોકડાયરામાં ચલણી નોટો અને ડોલરનો વરસાદ થાય તે વાત હવે સામાન્ય બની છે. ત્યારે રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર આવેલા રીબડા ગામે ભવ્ય લોકડાયરો યોજાયો હતો. પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહ દરમિયાન રાત્રીના સમયે ભવ્ય લોકડાયરો યોજાયો હતો. જેમાં લોકોએ મનમૂકીને લોકલાડીલા કલાકારો પર ચલણી નોટોનો વરસાદ થયો હતો. એક સમયે સ્ટેજ પર પથરાયેલી રૂપિયા 20,100 અને 500 ની ચલણી નોટોનું દ્રશ્ય જોવાલાયક બન્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર આવેલા રીબડા ગામે ભવ્ય લોકડાયરોમાં અનેક મોટા ગજાના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના પર રૂપિયાનો વરસાદ થયો હતો. પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદર અને રાજકોટ ડેરીના ચેરમેન ગોરધન ધામેલીયા પર રૂપિયાનો વરસાદ થયો હોવાની માહિતી સામે આવી રહી છે. આ લોકડાયરાને દિપાવવા માટે ગુજરાતના જાણીતા કલાકારોમાં કિર્તીદાન ગઢવી, બ્રિજરાજદાન ગઢવી, સાંઈરામ દવે, ઓસમાણ મીર સહિતના કલાકારોએ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.


ગોંડલ તાલુકાના રીબડા ગામ ખાતે 26 મે સુધી શ્રીમદ્ ભાગવત કથા મહોત્સવનું આયોજન કરાયું છે, જેમાં વ્યાસપીઠ પરથી રમેશ ઓઝા કથાનું રસપાન કરાવી રહ્યા છે. આ કથામાં 23 મેને સોમવારે શ્રીમદ્ ભાગવત કથા મહોત્સવમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ યોજાયો હતો.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube