રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટ મહાનગરપાલીકામાં પ્રિ મોન્સુનની તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે. મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલે અધીકારીઓ સાથે બેઠક કરી હતી અને પ્રિ મોન્સુનની તમામ કામગીરીઓ તાત્કાલીક પૂર્ણ કરવા આદેશ કર્યા હતા. સાથે જ  વાવાઝોડું અને ચોમાસાની સીઝનને લઇને નિચાણવાળા વિસ્તારોમાં આનુષાંગિક કામગીરીઓ પૂર્ણ કરવાનાં આદેશ દેવામાં આવ્યા હતા.


વડોદરા : ભાજપનાં કાઉન્સિલરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ગઈકાલે પૂર્વ કોર્પોરેટરનું થયું મોત 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરબી સમુદ્રમાં પ્રિ મોન્સુન એક્ટીવીટી શરૂ થતા સિસ્ટમ સક્રિય થઇ છે. આગામી 2 દિવસ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ રહેવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જોકે રાજકોટ મહાનગરપાલિકાએ પણ પ્રિ મોન્સુન કામગીરીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજકોટ મહાનગરપાલીકા કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશ્નરની અધ્યક્ષતામાં અધીકારીઓની બેઠક મળી હતી. જેમાં રાજકોટ શહેરનાં વોકળા પર દબાણો થયા હોવાનું સામે આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, ચોમાસાની તૈયારીઓને લઇને પ્રિ મોન્સુન કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા આદેશ આપી દેવામાં આવ્યા છે અને વિવિધ ટીમો પણ બનાવીને કામે લગાવી દેવામાં આવી છે. જેમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ મેનહોલ, ડ્રેનેજ મેનહોલ, વોટર વર્કસ વાલ્વ ચેમ્બરની સફાઇ, વોકળા સફાઇ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.


ગુજરાતમાં વાવાઝોડાની અસર શરૂ થઈ, 24 કલાકમાં 29 તાલુકામાં વરસાદ પડ્યો


રાજકોટ શહેરમાં આશરે 500 જેટલા જર્જરીત મકાનો આવેલા છે. ભારે પવન સાથે વરસાદ વરસે તો જર્જરીત મકાન ધરાસાય થવાનાં બનાવો દર વર્ષે સામે આવે છે. ત્યારે આ વર્ષે રાજકોટ મહાનગરપાલિકાએ 500 જર્જરીત મકાનોને નોટીસ આપી હોવાનું મ્યુનિસિપલ કમિશ્નરે દાવો કર્યો હતો. જોકે રાજકોટ મહાનગરપાલિકાનાં ચોંપડે જર્જરીત માત્ર 115 મકાનો જ નોંધાયેલા છે. પ્રિ મોન્સુન કામગીરીની વાત કરવામાં આવે તો તંત્રએ જણાવ્યું કે... 


  • 9002 સ્ટોર્મ વોટર ડ્રેનેજ મેઇનહોલ અને 20109 ડ્રેનેજ મેનહોલની સફાઇ કરાઇ

  • 3117 વોટર વર્કસ વાલ્વના ચેમ્બરની સફાઇ કરાઇ

  • 115 જર્જરીત મકાનોને નોટીસ પાઠવી

  • 47 પૈકી 37 વોકળાની જ સફાઇ કરવામાં આવી

  • 160 ભયગ્રસ્ત રોશની પોલમાંથી 155ને બદલવામાં આવ્યા

  • 8728 રનિંગ મીટરની રોડ રિસ્ટોરેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી


રાજકોટ મહાનગરપાલિકાને આ વર્ષ પ્રિ -મોન્સુન કામગીરી કરવા માટે લોકડાઉનને સમય ઉત્તમ મળ્યો હતો. જોકે હવે વાવાઝોડાને કારણે અપરએર સર્ક્યુલેશન સર્જાતા પ્રિ-મોન્સુનની કામગીરીનું નાટક શરૂ કર્યું છે. હજુ પણ રાજકોટમાં અનેક જોખમી વિજ થાંભલા, કેબલ, વૃક્ષોનો સર્વે કરવાનો બાકી છે. તરસ લાગે ત્યારે કુંવો ખોદવા જેવો ઘાટ રાજકોટ મહાનગરપાલીકાએ ઘડ્યો છે.