• મહંત જયરામદાસ બાપુને આપઘાતની ફરજ પાડનાર આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે

  • આપઘાતને કુદરતી મોતમાં ખપાવવામાં દેવ હોસ્પિટલના ડો.નિમાવતની વરવી ભૂમિકા સામે આવી


ગૌરવ દવે/રાજકોટ :રાજકોટના કાગદડી ગામના ખોડીયારધામ આશ્રમના મહંત જયરામદાસ બાપુના આપઘાત કેસનો મામલો વધુને વધુ ગૂંચવાઈ રહ્યો છે. મહંતના મોત માટે જવાબદાર આરોપીઓ હજી પણ પોલીસ પકડથી દૂર છે. ત્યારે આપઘાતને કુદરતી મોતમાં ખપાવવામાં દેવ હોસ્પિટલના ડો.નિમાવતની વરવી ભૂમિકા સામે આવી રહી છે. ડો. નિમાવતના કહેવાથી ડો.કારેલીયાએ મહંતનું ડેથ સર્ટિફિકેટ બનાવવામાં આવ્યું હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. પોસે ઓરીજીનલ ડેથ સર્ટિફિકેટ કબ્જે કર્યું છે. સાથે જ કથિત વીડિયોમાં દેખાતી બે યુવતીઓ પૈકી એક યુવતીનું પોલીસે નિવેદન નોંધ્યું છે. હાલ રાજકોટ પોલીસ બીજી યુવતીની શોધખોળ ચલાવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : આજે એક મંચ પર આવશે કડવા-લેઉવા પાટીદાર, ગુજરાતની રાજનીતિમાં મોટી ઉથલપાથલની શક્યતા


આશ્રમ પર કબજો જમામવવા મહંત પર દબાણ કરાતું 
મહંત જયરામદાસ બાપુને આપઘાતની ફરજ પાડનાર આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. મહંતે સુસાઇડનોટમાં લખ્યું હતું કે, આરોપીઓએ બે યુવતીને તેની પાસે મોકલી અલગ અલગ છ વીડિયો ઉતારી લીધા હતા તે વીડિયોના આધારે બ્લેકમેઇલ કરી રૂ.20 લાખ પડાવ્યા હતા અને આશ્રમ પર કબજો જમાવવા દબાણ કરવામાં આવતું હતું. 


મહંતના અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
આ ઘટના બાદ મહંતના વીડિયો સોશિયલ મીડિયામાં ફરતા થયા છે. આરોપીઓએ મહંતના કુલ 6 અલગ અલગ વીડિયો ઉતાર્યા હતા. વીડિયોમાં યુવતી અને મહંત રૂમમાં સાથે હતા, રૂમમાં અંધારું હતું, રૂમની બારી ખુલ્લી હતી અને બારીએથી એ વીડિયો ઉતારવામાં આવ્યો હતો. 


આ પણ વાંચો : આજે એક મંચ પર આવશે કડવા-લેઉવા પાટીદાર, ગુજરાતની રાજનીતિમાં મોટી ઉથલપાથલની શક્યતા


યુવતીએ કહ્યું, મહંત મને આશ્રમમાં રોકાવાનું કહેતા 
ગઈકાલે પોલીસ સમક્ષ કથિત વીડિયોમાં દેખાતી યુવતી સામે આવી હતી. આ યુવતીએ પોલીસ નિવેદનમાં કહ્યું કે, મહંત સતત રાત્રે આશ્રમમાં રોકાઈ જવા દબાણ કરતા હતા. જોકે, મહંત ક્યાં કારણોથી યુવતીને આશ્રમમા રોકાઈ જવાનુ કહેતા તેની સ્પષ્ટ માહિતી બહાર આવી નથી. યુવતીએ મહંતના ભત્રીજા અલ્પેશને વાત કરતા તેણે જ મહંત સાથેનો વીડિયો ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે.