દિવ્યેશ જોષી, રાજકોટઃ રાજકોટની મહિલાને ઈન્સ્ટાગ્રામ પર થયેલી મિત્રતા 23.50 લાખમાં પડી હતી. જેમાં રાજકોટમાં ઇન્સ્ટાગ્રામ પર ડો. રાજીવના નામથી ફેક એકાઉન્ટ બનાવી બાદમાં રાજકોટની મહિલા સાથે મિત્રતા કેળવી બગસરાના હાર્દિકે ગાંધીનગરમાં સારી ઓળખાણ હોવાનું કહી આરોગ્ય વિભાગમાં સરકારી નોકરી અપાવી દેવાના બહાને 23.50 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાતા રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે આરોપી હાર્દિક અહાલપરાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટની એક તબિબ મહિલા સાથે બગસરાના ભેજાબાજે ઇન્‍સ્‍ટાગ્રામ મારફત ફ્રેન્‍ડ રિક્‍વેસ્‍ટ મોકલી પોતે હાર્ટ સ્‍પેશિયાલિસ્‍ટ ડોક્‍ટર છે. તેવી ખોટી ઓળખાણ આપ્યા બાદ મિત્રતા કેળવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં મેડિકલ ઓફિસરની નોકરી અપાવી દેવાના બહાને, પારૂલ યુનિવર્સિટીમાં એડમિશન તેમજ રાજકોટમાં પોતે 400 બેડની હાર્ટ હોસ્‍પિટલ શરૂ કરી રહ્યો છે. તેમાં ભાગીદાર બનાવવા સહિતની અનેક લોભામણી લાલચ આપી કટકે-કટકે કુલ રૂ. ૨૩.૫૦ લાખ મેળવી લઇ છેતરપિંડી કરતાં રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી આરોપી હાર્દિક અહલાપરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપી હકિકતે ડોક્‍ટર નહિ પણ ભાડાની દુકાનમાં મોબાઇલ શોપ લે વેચ તથા રીપેરીંગનો ધંધો કરતો હોવાનું ખુલ્‍યું હતું.


આ પણ વાંચોઃ તો જામ ખંભાળિયાથી ચૂંટણી હારી રહ્યાં છે ઈસુદાન ગઢવી? એક્ઝિટ પોલનું ચોંકાવનારૂ તારણ


રાજકોટની મહિલા તબીબને ઈન્સ્ટાગ્રામ પર ઠગ ડોક્ટરે રાજીવ મહેતાના નામથી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મિત્રતા કેળવી અલગ અલગ સરકારી જગ્યાએ નોકરી તેમજ હોસ્પિટલમાં ભાગીદારી આપવાની લાલચે 30 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદના આધારે પોલીસે અમરેલીનો રહેવાસી હાર્દિક આહલાપરાની ધરપકડ કરીને અગાઉ તેને કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.


રાજકોટની મહિલા તબીબે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે ૨૬/૦૬/૨૦૨૨ના રોજ ઇન્‍સ્‍ટાગ્રામ એકાઉન્‍ટ પર ડો.રાજીવ 2021 નામથી રિક્‍વેસ્‍ટ આવી હતી. જે સ્વીકાર્યા બાદ એ પછી તેની સાથે વાતચીત શરૂ થઇ હતી. જે તે વખતે તેણે પોતાની ઓળખ ડો. રાજીવ મહેતા તરીકે આપી હતી. વાતચીત આગળ વધતાં એકબીજાના મોબાઇલ ફોન નંબરની આપ-લે થઇ હતી. તે વખતે રાજીવે પોતે હાર્ટસર્જન છે અને સુરતમાં પોતાની હોસ્‍પિટલ છે તેમજ હોસ્‍પિટલનું નામ મહેતા હાર્ટ ઇન્‍સ્‍ટીટયુટ છે તેવું કહ્યું હતું. ત્‍યારબાદ ડો. રાજીવે સરકારી નોકરી જોઇતી હોય તો મારા ફઇનો દિકરો રાહુલ ગાંધીનગર સરકારી અધિકારી છે. તેના મારફત તમને સરકારી ડોક્‍ટર તરીકે નોકરી અપાવી દઇશ. પણ આ માટે તમારે રૂ. 2.50 લાખ ભરવા પડશે. એ પછી થોડા દિવસ બાદ પારૂલ યુનિવર્સિટીમાં એડમિશન લેવાનું હોઇ તેમાં માર્ક ઓછા પડતાં હોઇ મેં ડો. રાજીવ મહેતાને વાત કરતાં તેણે કહેલું કે પારૂલમાં પણ મારા ઓળખીતા મેડમ છે જે તારું એડમિશન કરાવી આપશે. પરંતુ આ માટે મેનેજમેન્‍ટ ફી તમારે ભરવી પડશે અને એ ફીની રકમ ૯.૭૫લાખ ત્યાર બાદ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં મેડિકલ ઓફિસરની જગ્‍યા ખાલી છે તેમાં તમારે જોબ મેળવવી હોય તો રૂ. ૨ લાખ અને છેવટે રાજકોટમાં એરપોર્ટ રોડ પર 400 બેડની મહેતા હાર્ટ હોસ્‍પિટલની ભાગીદારી માટે રૂ.૭.૯૫ લાખ અને બીજા રૂ.૧.૧૫ લાખ ભાગીદારી પેટે મેળવી ડો. રાજીવ મહેતાએ કુલ રૂ.૨૩.૫૦ લાખની છેતરપિંડી કરી હતી. 


આ પણ વાંચોઃ ડ્રગ્સના આરોપીઓને સાથે રાખી સયાજીગંજ વિસ્તારમાં સર્ચ, નશીલો પદાર્થ મળ્યાની માહિતી


જેથી પોલીસે ઠગ ડો. રાજીવ મહેતાને પકડી પાડી આ ઠગ ડો. રાજીવે અન્ય લોકો સાથે પણ આ જ પ્રકારે છેતરપિંડી કરી રૂપિયા મેળવી લીધા હોઈ શકે છે જે દિશામાં પણ પોલીસે તેની વિશેષ તપાસ હાથ ધરી છે અને આવી ઘટનામાં કોઈ ભોગ બન્યા હોય તો સાયબર ક્રાઇમ પોલીસ રાજકોટનો સંપર્ક કરવા અપીલ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube