રાજકોટ :રાજકોટમાં આજે આપઘાતનો ચોંકાવનારો બનાવ બન્યો છે. રાજકોટમાં યુવકના આપઘાતના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. જે ભલભલાને વિચલિત કરી દે તેવા છે. ગ્રીન લેન્ડ ચોક નજીક યુવકે દોડતી ટ્રક નીચે પડતુ મૂકીને મોત વ્હાલુ કર્યું હતું. ટ્રકને આવતી જોઇ અચાનક યુવકે ટ્રકના ટાયર નીચે પડતું મૂક્યું હતું. આપઘાતના લાઈવ દ્રષ્યો જોઈને તમે પણ ગભરાઈ જશો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે એક યુવકે જાહેરમાં આપઘાત કર્યો છે. ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી પસાર થનારાઓ માટે આ એક શોકિંગ ઘટના હતી. એક ટ્રક અહીંથી પસાર થઈ રહી હતી ત્યારે એક યુવક ટ્રક પાસે આવ્યો હતો. ટ્રક થોડી આગળ ગઈ ત્યારે જ યુવક ટ્રકની નીચે કૂદી પડ્યો હતો. જેથી ટ્રકની પાછળના પૈડાં તેના શરીર પરથી પસાર થઈ ગયા હતા. આ જોઈ ટ્રક ચાલકે ટ્રક રોકી હતી. પરંતુ તે પહેલા જ યુવકનું મોત નિપજ્યુ હતું.


આ પણ વાંચો : લોકમેળામાં મોતના કુવામાં મોટી દુર્ઘટના, ચાલુ શોમાં કાર નીચે ખાબકી, Video 



આ ઘટનાથી રાજકોટ બી ડીવીઝનની પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે ઘટના સ્થળના સીસીટીવી પણ કબજે કર્યાં હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, 30 વર્ષીય યુવક પરપ્રાંતીય હતો. તેનુ નામ નીલમ છે. તેની પાસેથ એક મોબાઈલ ફોનમળી આવ્યો છે. પોલીસે મોબાઈલના આધારે યુવકના પરિવારજનોની શોધખોળ શરૂ કરી છે. સાથે જ યુવક કેમ જાહેરમાં આવુ કરવા મજબૂર બન્યો તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.