રાજકોટ: રાજકોટ મનપામાં આજે જનરલ બોર્ડની બેઠક મળી હતી. પરંતુ બોર્ડ હોબાળાના દ્રશ્યો જોવા મળ્યા હતા. ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટર સામસામે આક્ષેપો કરી રહ્યા હતા. તેમજ પ્રેક્ષક ગેલેરી ખોલવા પ્રશ્ને હોબાળો થયો હતો. ત્રણ ત્રણ જનરલ બોર્ડમાં રાજકોટના ગાર્ડનમાં વૃક્ષોની જાળવણી અંગે પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે પરંતુ યોગ્ય જવાબ ન મળતા આ બોર્ડમાં કોંગ્રેસના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર પ્લાસ્ટિકનું વૃક્ષ લાવી કમિશનર અને મેયરને બતાવી અનોખો વિરોધ કર્યો હતો. કોંગ્રેસના કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજાને ગેરલાયક ઠેરવ્યા હોવાથી મનપામાં પ્રેવશ આપવા મનાઇ હોવા છતાં તેઓ આવતા હોબાળો મચ્યો હતો. કોંગી કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના ઇશારે પોલીસ દ્વારા બંધારણની હત્યા: કોંગ્રેસ 
રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂતે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપના ઇશારે પોલીસ દ્વારા બંધારણની હત્યા કરવામાં આવી રહી છે. કોંગ્રેસના કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજાને કોર્પોરેશનની અંદર આવતા રોકવામાં આવ્યા હતા. તેમજ બંદોબસ્તમાં રહેલા પોલીસ અધિકારીઓએ ધર્મિષ્ઠાબા જાડેજાનો હાથ પકડી ધક્કા માર્યા હતા અને કોંગ્રેસના તમામ આગેવાનો કોર્પોરેશનના ગેટ પાસે ધરણા પર બેસી ગયા ત્યારે પોલીસે બળજબરીપૂર્વક ટીંગાટોળી કરી તમામની અટકાયત કરી લીધી છે. ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ મહેશભાઈ રાજપૂતને માથાના ભાગમાં ઈજા થઇ હતી.


વધુ વાંચો...વડોદરાની હંસા મહેતા લાઈબ્રેરીનું વીજળી બિલ અડધું થઈ ગયું, જાણો શું થયું


કોંગ્રેસના કોર્પોરેટર્સ રહ્યા હતા ગેકહાજર 
મહાનગરપાલિકાના ગત જનરલ બોર્ડમાં પ્રેક્ષક ગેલેરીમાં બેસી વિરોધ કરનાર કોંગ્રેસના કોર્પોરેટરો માટે આ બોર્ડ મહત્વનું બની ગયું હતું. કારણ કે જૂન માસમાં જે બોર્ડ યોજાયું તેમાં કોંગ્રેસના 13 કોર્પોરેટરો ગેરહાજર રહ્યા હતા. જો 20 ઓક્ટોબરના બોર્ડમાં પણ તેઓ ગેરહાજર રહે તો તેમની સામે ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી થઇ શકે તેમ હતી. પરંતુ તેવું થયું નહોતું. કોંગ્રેસના અન્ય કોઇ કોર્પોરેટર ગેરલાયક ન થાય તે માટે વિપક્ષી નેતા અને દંડકે વ્હીપ જાહેર કરી કોર્પોરેટરોને સમયસર હાજર રહેવા આદેશ કર્યો હતો.