રાજકોટ : રાજકોટ પોતાનાં રંગીલા સ્વભાવના કારણે જાણીતું છે. ખાસ કરીને રાજકોટ વિશે જોક્સ પણ ફરે છે કે બપોરે ભીખારીઓ પણ વાટકા ઉંધા કરીને સુઇ જાય. જેથી ખખડાટ થાય અને તેમની ઉંઘમાં ખલેલ ન પડે. અનેક દશકાઓથી રાજકોટની તમામ બજારો બપોરના સમયે સુનસાન થઇ જાય છે. સામે પક્ષે રાત્રે ખુબ જ મોડે સુધી ધમધમતું રહે છે. જો કે કોરોનાએ રાજકોટવાસીઓની આ આંદતને બદલી નાખી છે. વેપારીઓ સવારથી સાંજે સાત વાગ્યા સુધી જ દુકાન ખુલ્લી રાખી શકે તેવી છુટછાટ આપવામાં આવી છે. જેના કારણે હવે વેપારીઓ બપોરે પણ દુકાન ખુલ્લી રાખે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત: ખાનગી વીજ કંપનીઓએ અંધાધૂંધ બીલ ફટકારતા લોકોમાં ભારે રોષ

લોકડાઉન પહેલા વર્ષોથી બપોરે 1થી4 દુકાનો બંધ રહેતી હતી. દુકાનમાં વેપારીઓ આરામ કર્યા બાદ દુકાન ખોલતા. અનલોક 1માં મોડી રાત સુધી દુકાન ખુલ્લી રાખવાની પરવાનગી નહી હોવાનાં કારણે વેપારીઓ દ્વારા બપોરે પણ બજાર ચાલુ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે હવે રાજકોટની ઓળખ સમો નિયમ બદલાઇ ચુક્યો છે. 


વરસાદ માટે પણ લોકડાઉન ખુલ્યું ? અમદાવાદનાં અનેક વિસ્તારોમાં તોફાની વરસાદ

આ અંગે વેપારી એસોસિએશન દ્વારા કોઇ અધિકારીક રીતે નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ  વેપારીઓને મળેલી બેઠકમાં મૌખીક રીતે બપોરે પણ દુકાનો ખુલ્લી રાખવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે પુછવામાં આવતા વેપારીઓએ જણાવ્યું કે, બપોરે દુકાનો બંધ કરવાનો પણ કોઇ નિયમ નહોતો પરંતુ શહેરની રૂઢી પ્રમાણે ચાલતું હતું. જો કે હવે રૂઢી બદલી છે તો વેપારીઓએ પણ ચોક્કસ બદલાવું પડશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube