રાજકોટ : સૌરાષ્ટ્રમાં મેઘરાજાની સવારી જોરશોરથી આવી પહોંચી છે અને હવે તો ચોમાસુ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. 3 વાગ્યે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. 4 વાગ્યાથી 5.30 વાગ્યા સુધીમાં શહેરમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. જેના પગલે શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે રૈયા રોડ, યુનિવર્સિટી રોડ, કાલાવાડ રોડ, મુંજકા, મોટી મવા, મોટી ટાંકી ચોક, રૈયા રોડ, રેસકોર્ષ રોડ, લીમડા ચોક, ત્રિકોણબાગ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વરસાદના પગલે તમામ રસ્તાઓ પર નદીઓ વહેતી થઇ હતી. અસહ્ય બફારા વચ્ચે વરસાદ ખાબકતા લોકોએ રાહત અનુભવી હતી. રાજકોટ શહેર અને જિલ્લામાં પડેલા વરસાદે તંત્રની પોલ છતી કરી દીધી છે. વરસાદી ઝાપટાને કારણે ક્યાંક રસ્તા પર પાણીના ખાબોચિયા તો ક્યાંક રસ્તા પર ખાડા પડી રહ્યા છે. માત્ર વરસાદી ઝાપટાથી જ તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. 


રાજકોટ ગત્ત રવિવારે અચાનક બપોરે 1 વાગ્યે મેઘરાજાએ શહેરના 150 ફૂટ રિંગરોડ, કાલાવાડ રોડ, જંકશન પ્લોટ સહિતનાં વિસ્તારોમાં તોફાની વરસાદ ખાબક્યો હતો. એક કલાકમાં પોણા બે ઇંચ વરસાદથી નોંધાતો યહતો. ધોધમાર વરસાદનાં કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. NDRF ની એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube