Rajkot News : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકથી થતાં મોત ખુબ જ ચિંતા ઉપજાવે એવા છે. ગુજરાતમાં ચારેતરફ હાર્ટ એટેકથી હાહાકાર મચી ગયો છે. ગુજરાતમાં રોજ કોઈને કોઈ શહેરમાં લોકોના ધબકારા બંધ થઈ રહ્યાં છે. ત્યારે હવે માનવામાં ન આવે તેવી ઘટના બની છે. રાજકોટમાં ક્રિકેટ રમવા ગયેલો 14 વર્ષનો કિશોર મેદાનમાં ઢળી પડ્યો અને મોત થયું છે. ત્યાર આ કિશોરનું મોત હાર્ટ અટેકથી થયું હોવાની શંકા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં ફરી એકવાર હાર્ટ અટેકના કારણે મોત થયાની ઘટના સામે આવી રહી છે. રાજકોટના વાવડી શેરીની આ ઘટના છે. 14 વર્ષનો રેનીશ નામનો છોકરો ક્રિકેટ રમી રહ્યો હતો તે દરમિયાન મેદાનમાં ઢળી પડ્યો હતો. હવે મોતનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. બાળકના મોત માટે હ્રદય રોગ કે અન્ય કારણ છે તે જાણવા તબીબો કામે લાગ્યા છે. જોકે, આટલી નાની ઉંમરમાં રેનીશનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. 


કચ્છની ધરતી ફરી એકવાર સોનાની સાબિત થઈ, ડાયનાસોર કરતા પણ મોટા કદનો સાપ મળ્યો


દર 7 મિનિટે એક ગુજરાતીને આવી રહ્યો છે હાર્ટ એટેક
ગુજરાતમાં ચિંતાજનક રીતે હાર્ટ એટેકની ઘટનાઓ વધી રહી છે. સૌથી ડરામણી માહિતી એ છે કે, રાજ્યમાં દર 7 મિનિટે એક વ્યક્તિ હાર્ટ એટેકનો ભોગ બની રહી છે. જી હા, 108 ઈમરજન્સીના આંકડામાં આ મોટો ખુલાસો થયો છે. આંકડા કહે છે કે, ગુજરાતમાં દર 7 મિનિટે હૃદયરોગનો એક વ્યક્તિ ભોગ બને છે. એટલે કે, હાર્ટ એટેક તો કોરોના કરતા પણ ખતરનાક કહી શકાય. ગુજરાતીઓએ કોરોનાથી નહિ, પરંતું હાર્ટ એટેકથી સાવચેત રહેવાની જરૂરી છે. હાર્ટ એટેક માટે લાઈફસ્ટાઈલ, ફાસ્ટફૂડ, માનસિક તણાવ જવાબદાર છે. 


2018માં 53,700 હૃદય રોગના કેસ નોંધાયા
2019માં 63,628 હૃદય રોગના કેસ નોંધાયા
2020માં 44,797 હૃદય રોગના કેસ નોંધાયા
2021મા 42,555 હૃદય રોગના કેસ નોંધાયા
2022માં 56,277 હૃદય રોગના કેસ નોંધાયા
2023માં 72,573 હૃદય રોગના કેસ નોંધાયા


ગુજરાતમાં હૃદય રોગની બીમારીમાં છેલ્લા એક વર્ષમાં સતત વધારો થયો છે. હજારો લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું સામે આવ્યું છે. 108એ તાજેતરમાં જ હૃદય રોગના આંકડા જાહેર કર્યા છે. 108એ વર્ષ 2023માં 72 હજાર 573 હૃદય રોગને લગતી ઈમરજન્સી હેન્ડલ કરી. છેલ્લા છ વર્ષ એટલે કે વર્ષ 2018થી વર્ષ 2023માં સુધી કેટલા કેસ નોંધાયા. 


ક્ષત્રિયોએ તલવાર તાણી, આંદોલન પાર્ટ-2 શરૂ : 8 બેઠકો પર ભાજપને હરાવવાની આપી ચીમકી