ગૌરવ દવે/રાજકોટ : જેને દુર્લભ રોગ તરીકે ઓળખવામાં આવતો હતો તે હવે કોવિડ-19 (Covid 19) માં સામાન્ય છે. મ્યુકોરમાઇકોસિસ (Mucormycosis) એ મ્યુકોર્માસાયટ્સ નામની ફૂગથી થાય છે. જે સામાન્ય રીતે પર્યાવરણમાં હાજર હોય છે. હાલમાં આ રોગનો મૃત્યુ દર 50% કરતા વધુ છે. પ્રારંભિક લક્ષણોની ઓળખ અને વહેલી તકે સારવાર શરૂ કરવી એ રોગમાંથી સાજા થવાનો એકમાત્ર માર્ગ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ (Rajkot) માં 200 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. મ્યુકોરમાઇકોસિસ (Mucormycosis) એવી વ્યક્તિને અસર કરે છે જ્યારે તેની પ્રતિરક્ષક શક્તિ દબાયેલી હોય છે અથવા ઓછી હોય છે. જેમકે જ્યારે દર્દીના શ્વેતકણ ઓછા હોય છે, એચઆઈવી, કેન્સર અથવા ઇમ્યુનોસપ્રેસન સ્ટીરોઇડ્સની દવા પર હોય છે. 


કોવિડ-19 (Covid 19) ના એડવાન્સ્ડ સ્ટેજવાળા દર્દીઓને સામાન્ય રીતે સ્ટીરોઇડ્સ સારવાર તરીકે આપવામાં આવે છે, જે ડાયાબિટીસના દર્દીમાં બ્લડ સુગર વધારવા માટે પણ જવાબદાર હોઈ શકે છે અને અનિયંત્રિત ડાયાબિટીસવાળા દર્દીઓમાં મ્યુકોર ઇન્ફેક્શન થવાનું જોખમ વધી જાય છે.


કે.ડી. હોસ્પિટલના ઈએનટી સર્જન ડો.હાર્દિક શાહે કહ્યું કે ખાસ કરીને ડાયાબીટીસના દર્દીઓએ સુગર મોનિટર કરવું જોઈએ. ડો.સપન શાહે કહ્યું દર્દીની આંખ કાઢવી પડે તે અમારા માટે સૌથી પીડાદાયક છે. જ્યારે ડો.અનુજા દેસાઈએ કહ્યું કે આંખ બચાવવા કરતા દર્દીની જિંદગી બચાવવી વધુ અગત્યની છે.

અનૈતિક સંબંધમાં પ્રેમિકાના પતિની કરી હત્યા, પ્રેમિકાને ફોન કરી કહ્યું, 'સાગરની હત્યા કરી નાખી'


મ્યૂકોરમાઈકોસિસના પ્રારંભિક લક્ષણો
- ચહેરાની આસપાસ તીવ્ર પીડા થવી કે જેના લીધે વ્યક્તિ રાત્રે સૂઈ શકતો નથી.
- માથાનો દુ:ખાવો, આંખો અને જડબાના વિસ્તારની આસપાસ દુ:ખાવો અને સોજો મ્યુકરમાઇકોસિસની શરૂઆત સૂચવે છે
- ચાવવા દરમિયાન દુ:ખાવો, દાંતનું ઢીલાપણું એ પ્રારંભિક રોગનો સંકેત ગણી શકાય
- જ્યારે કોવિડ દર્દી આ લક્ષણોનો અનુભવ કરે છે, ત્યારે રાહ જોયા વગર ડોક્ટરની સલાહ લઇ લેવી.

રાજકોટમાં રમતાં રમતાં 5 માળેથી 3 વર્ષનું બાળક પટકાતા મોત, નેપાળી પરિવારે ગુમાવ્યો એકનો એક પુત્ર


રોગનું નિવારણ
- બાયપ્સી, સિટી સ્કેન અને એન્ડોસ્કોપી થકી નિદાન
- રોગની તીવ્રતાના આધારે દવાઓ, સર્જીકલ ડિબ્રાઇડમેન્ટ અથવા બંન્નેથી સારવાર થઇ શકે છે.
- એમ્ફેટોરિસિન બી સારવારની પ્રાથમિક પસંદગી છે.
- એમ્ફેટોરિસિન બી સાથે અન્ય એન્ટિફંગલ્સ જેમ કે પોસોકોનાઝોલ અને ઇસુવાકોનાઝોલ પણ વપરાય છે.
- જો દર્દી નેક્રોસિસ સાથે દાખલ થાય છે તો સર્જિકલ ડિબ્રાઇડમેન્ટ એકમાત્ર ઉપાય છે.
- ફૂગવાળી જગ્યાઓ જેવી કે આંખની કીકી, અનુનાસિક શ્વૈષ્મકળામાં (નાકની આંતરિક ત્વચા), સાઈનસ અને દાંતના સડાને દૂર કરવા સર્જીકલ સારવાર કરવી જરૂરી બની શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube