રાજકોટમાં રોજ મ્યુકોરમાઈકોસિસના 30 નવા કેસ આવે છે
- રાજકોટની કેટલીક ખાનગી હોસ્પિટલો દ્વારા 7000 રૂપિયાના ઈન્જેક્શનના 11 થી લઇ 26 હજાર રૂપિયા સુધીમાં વહેંચતાં હોવાની ફરિયાદો ઉઠી
- સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસ માટે 500 બેડની સુવિધા ઉપલબ્ધ છે. દરરોજ 30 થી વધુ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થાય છે
ગૌરવ દવે/રાજકોટ :સૌરાષ્ટ્રમાં મ્યુકોરમાઈકોસિસનો કહેર સૌથી વધુ જોવા મળી રહ્યો છે. માત્ર રાજકોટ (rajkot) માં જ મ્યુકોરમાઇકોસીસ (mucormycosis) ના કેસનો આકડો 650 પર પહોંચ્યો છે. ત્યારે મ્યુકોરમાઈકોસિસને લઈને સિવિલ સર્જન આર.એસ. ત્રિવેદીએ કહ્યું કે, સિવિલ હોસ્પિટલમાં 500 બેડની સુવિધા ઉપલબ્ધ છે. દરરોજ 30 થી વધુ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થાય છે. સમરસ હોસ્ટેલ ખાતે દર્દીઓને રીફર કરવાની આજથી શરૂઆત કરાઈ છે. મ્યુકોરમાઈકોસિસના ઈન્જેક્શન માટે હવે સેન્ટ્રલ વ્યવસ્થા કરવામાં આવશે. સરકારમાંથી પરિપત્ર આવી ગયો છે અને ત્રણ તબીબોની કમિટીની રચના કરવામાં આવી છે. રેમડેસિવિરની જેમ હવે મેડિકલ સ્ટોરમાંથી ઇન્જેક્શન નહિ મળે. કાલે રાજકોટમાં ઈન્ક્શનનો મોટો જથ્થો આવતા પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
આ પણ વાંચો : ગુજરાતમાં બનશે કોવેક્સિન, આ શહેરમાં ભારત બાયોટેક મોટાપાયે રસીનું ઉત્પાદન કરશે
હોસ્પિટલ સંચાલકોને બ્લેક માર્કેટિંગ અવોઇડ કરે - રાજકોટ કલેક્ટર
તો બીજી તરફ, કલેક્ટર રેમ્યા મોહને મ્યુકોરમાઈકોસિસને લઈને ટ્વીટ કરી છે. તેમણે ટ્વીટમાં કહ્યું કે, મ્યુકોરમાઈકોસિસ અંગે સારવાર આપતી 21 પૈકી માત્ર 6 હોસ્પિટલ દ્વારા ફોર્મ મોકલવામાં આવ્યા છે. દર્દીની હિસ્ટ્રી સાથેના ઈન્જેક્શન માટેના ઇન્ડેન્ટ ફોર્મ માત્ર 6 હોસ્પિટલ દ્વારા મોકલવામાં આવ્યા છે. ઈન્જેક્શન માટેના ઇન્ડેન્ટ ફોર્મ એક્સપર્ટ ડોક્ટરોની કમિટીને તાત્કાલિક મોકલવા વિનંતી છે. હોસ્પિટલ સંચાલકોને બ્લેક માર્કેટિંગ અવોઇડ કરવાની વિનંતી કરી છે. રાજકોટની કેટલીક ખાનગી હોસ્પિટલો દ્વારા 7000 રૂપિયાના ઈન્જેક્શનના 11 થી લઇ 26 હજાર રૂપિયા સુધીમાં વહેંચતાં હોવાની ફરિયાદો ઉઠી છે.
આ પણ વાંચો : ગુજરાતનો સૌથી મોટો મ્યુકોરમાયકોસિસ વોર્ડ ફૂલ થવાને આરે, 1000 બેડની હોસ્પિટલ બનાવવા રાજકોટ તંત્રનો નિર્ણય
રાજકોટમાં ગુજરાતમાં સૌથી વધુ કેસ
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં કોરોના બાદ મ્યુકોરમાઈકોસિસ મોટી મહામારી બનીને ઉભરી રહી છે. રાજકોટ અને સૌરાષ્ટ્રમાં મ્યુકરમાઇકોસીસના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં મ્યુકોરમાઇકોસિસના કેસનો આકડો 650 પર પહોંચ્યો છે. જેમાં 450 સિવિલ હોસ્પિટલમાં, જ્યારે કે 200 દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. રાજકોટ બાદ જામનગર સૌથી વધુ કેસ નોંધાયા છે. જામનગરમાં 94 મ્યુકોરમાઇકોસીસના કેસ નોંધાયા છે. ત્યારે હવે ગુજરાતનો સૌથી મોટો મ્યુકરમાયકોસિસ વોર્ડ ફૂલ થવાને આરે આવ્યો છે.