Raksha Bandhan 2023:  રક્ષાબંધનના પવિત્ર તહેવારને લઇને ગુજરાતમાં તંત્ર પણ લોકોને ગિફ્ટ આપવાના મૂડમાં છે, હાલમાં જ સમાચાર મળી રહ્યા છે કે રાજકોટમાં રક્ષાબંધનના તહેવારને લઈને RMC દ્વાર મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રક્ષાબંધનના દિવસે મહિલાઓ ફ્રી મુસાફરી કરી શકશે. જી હા...રાજકોટ મનપાની 117 જેટલી બસના રૂટ પર મહિલાઓ દિવસ દરમિયાન નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલ દ્વારા આ મહત્વની જાહેરાત કરાઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

OBC અનામત પર સૌથી મોટા સમાચાર, ગુજરાત સરકાર કરશે મોટી જાહેરાત


રાજકોટ મહાનગરપાલિકાએ રક્ષાબંધનના પર્વ નિમિતે સિટી બસ સેવા તથા BRTS બસ સેવામાં બહેનો માટે નિ:શુલ્ક મુસાફરી કરવાની સુવિધા આપવાની જાહેરાત કરી છે. રક્ષાબંધનના દિવસે કોઈપણ રૂટ પર ગમે તેટલી વખત ફક્ત બહેનો નિ:શુલ્ક મુસાફરી કરી શકશે. જયારે પુરુષોએ તેઓની મુસાફરી દરમ્યાન રાબેતા મુજબ નિયત દરની ટીકીટ લેવાની રહેશે. મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તથા કમિશનરએ બહેનોને સિટી બસની ફ્રી સેવાનો લાભ લેવા અપીલ કરી છે. 


અમદાવાદના સોલા પોલીસના તોડકાંડમાં સુઓમોટો દાખલ, દંપતી પાસેથી પોલીસે 60 હજાર લૂંટ્યા


આ દિવસે શહેરમાં પાલિકાની બસમાં મહિલાઓને ફ્રીમાં મુસાફરી કરાવવામાં આવશે, રાજકોટમાં વર્ષોથી મહાનગરપાલિકા દ્વારા બહેનો માટે આ રીતે જાહેરાત કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, દર વર્ષે હજારો બહેનો સીટી બસ અને બીઆરટીએસમાં મુસાફરી કરીને ભાઈને રાખડી બાંધવા માટે જાય છે.


દિલ્હી વિશ્વના તાકાતવર નેતાઓથી ઉભરાશે, અહીં જાણી લો કોણ કોણ આવશે