રક્ષિત પંડ્યા/ રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકામાં આજથી વહીવટદારના રાજની શરૂઆત થઇ ચૂકી છે. ત્યારે ભાજપ હોઈ કે કોંગ્રેસ બને પક્ષો દ્વારા આગામી ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે જુઓ વહીવટદાર ના " રાજ " બાદ ભાજપ કોંગ્રેસના લેખા જોખા...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું પ્રધાનમંત્રીનું લક્ષ્ય: પરશોત્તમ રૂપાલા


મેયર સહિતના પદાધિકારીઓની ગઈકાલે ટર્મ પૂર્ણ થતા રાજકોટ મહાનગરપાલિકામાં આજથી વહીવટદાર નું રાજ શરૂ થયું છે. ત્યારે આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી વિકાસ નો રાગ આલાપશે. જ્યારે કે કોંગ્રેસ ભાજપ દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચાર તેમજ ન કરવામાં આવેલા કામો ગણાવશે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના શાસકોએ 5 બજેટ રજૂ કર્યા છે એ 5 બજેટ માં જેટલા પ્રોજેક્ટોની જોગવાઈ હતી તે પૈકી 70% પ્રોજેક્ટ ભારતીય જનતા પાર્ટી ના શાસકો દ્વારા શરૂ પણ નથી કરવામાં આવ્યા. ત્યારે આગામી સમયમાં કોંગ્રેસ પક્ષ દ્વારા રાજકોટ શહેરમાં મોંઘવારી સહિત લોકલ મુદ્દાઓ પર પ્રચાર કરવામાં આવશે.


આ પણ વાંચો:- રાજ્યના 10 હજારથી વધુ HTAT આચાર્યનું સરકાર સામે આંદોલન


તો બીજી તરફ રાજકોટ શહેર ભાજપના પ્રમુખ કમલેશ મીરાણી નું કહેવું છે કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ શહેરનો ચોમેર વિકાસ અને વિકાસ જ કરવામાં આવ્યો છે. બારે માસ પાણી થી છલોછલ ડેમ , ન્યુ રેસકોર્સ , અટલ સરોવર , એરપોર્ટ , બસપોર્ટ , ઓવરબ્રિજ , અન્ડરબ્રિજ સહિત પ્રાથમિક સુવિધાઓ સહિતના કામો અને લોકોની વચ્ચે હમેશ રહેતા કાર્યકર્તાને જનતા નો પ્રેમ આગામી ચૂંટણી માં તમામ 72 બેઠક પર કમળ ખિલાવી ફરી ભાજપનું શાસન અપાવશે અને આગામી સમયમાં યોજાનારી ચૂંટણીમાં ભાજપ વિકાસના મુદ્દે જ પ્રચાર કરશે.. સાથે જ ભાજપ દ્વારા પેજ કમિટી બનાવી બુથ લેવલ સુધી પહોંચી 7.50 લાખ કાર્યકર્તા નો સંપર્ક કરી યાદી તૈયાર કરેલ હોવાનું ભાજપ પ્રમુખે જણાવ્યું હતું.


આ પણ વાંચો:- સુરત: મહિલા PSI અમિતા જોશી આપઘાત મામલે સાસરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ


ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાનગરપાલિકા ની સ્થાપના 1973માં કરવામાં આવી હતી. ત્યારથી લઇ આજદિવસ સુધી મોટા ભાગે ભાજપનું શાસન રાજકોટ મનપામાં રહ્યું છે. માત્ર વર્ષ 2000 થી 2005 દરમિયાન કોંગ્રેસનું શાશન રાજકોટ મનપામાં રહેવા પામ્યું છે. હાલ તો બન્ને રાજકિય પક્ષ દ્વારા જીત ના પ્રબળ દવાઓ કરવામાં આવી રહ્યા છે ત્યારે આગામી ચૂંટણીમાં રાજકોટમાં ભાજપનું કમલ ખીલે છે કે પછી કોંગ્રેસનો પંજો પકડ મેળવે છે તે જોવું મહત્વનુ બની રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube