ગૌરવ દવે, રાજકોટઃ રાજ્યમાં હવે કોરોનાના નવા કેસની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. તો એક્ટિવ કેસની સંખ્યા પણ નીચે આવી ગઈ છે. બીજીતરફ કોરોના સંક્રમણ અટકાવવા માટે રાજ્યભરમાં રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે. આ વચ્ચે સરકારે કોરોના ગાઇડલાઇન સાથે જન્માષ્ટમી અને ગણેશ ઉત્સવ ઉજવવાની છૂટ આપી છે. હવે લોકો નવરાત્રિમાં પણ છૂટ મળવાની આશા વ્યક્ત કરી રહ્યાં છે. રાજકોટમાં શેરી ગરબાને મંજૂરી આપવાની માંગ શરૂ થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શેરી ગરબાની છૂટ આપવામાં આવે
રાજ્યમાં કોરોના સંકટ બાદ હવે ધીમે-ધીમે સ્થિતિ થાળે પડી રહી છે. લોકો સામાન્ય જીવન જીવતા થઈ ગયા છે. મહત્વનું છે કે ગઈકાલે એટલે કે 30 ઓગસ્ટે રાજ્યભરમાં લોકોએ ધામધૂમ પૂર્વક જન્માષ્ટમીના તહેવારની ઉજવણી કરી હતી. હવે સપ્ટેમ્બરમાં ગણેશ ઉત્સવ પણ શરૂ થઈ રહ્યો છે. રાજ્ય સરકારે લોકોને કોરોના ગાઇડલાઇન સાથે ગણેશ ઉત્સવ માટે પણ છૂટ આપી છે. પરંતુ રાજકોટમાં હવે ખેલૈયાઓમાં નવરાત્રિનો થનગનાટ શરૂ થઈ ગયો છે. લોકો જન્માષ્ટમી અને ગણેશોત્સવની મંજૂરી બાદ શેરી ગરબાને પણ છૂટ આપવાની માંગ કરી રહ્યાં છે. 


આ પણ વાંચોઃ BJP શરૂ કરશે વિધાનસભા ચૂંટણીની તૈયારી, 1 સપ્ટેમ્બરથી કેવડિયામાં ત્રી-દિવસીય પ્રદેશ કારોબારીની બેઠક


ગરબાના ચાહકોનું કહેવું છે કે છેલ્લા બે વર્ષથી પ્રાચિન ગરબાનું મહત્વ વધ્યું છે. લોકો કહી રહ્યાં છે કે અર્વાચીન ગરબામાં લોકોની ભીડ એકત્રિત થાય છે. પરંતુ શેરી ગરબામાં મર્યાદિત સંખ્યામાં લોકો આવતા હોય છે. તેથી સરકારે આ વર્ષે શેરી ગરબાને છૂટ આપવી જોઈએ. ખેલૈયાએ કહી રહ્યાં છે કે કોરોના ગાઇડલાઇન સાથે માતાજીની આરાધના ઘરે કરવી જોઈએ, પરંતુ શેરી ગરબાને છૂટ આપવા અંગે સરકારે વિચારવું જોઈએ. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube