ગૌરવ દવે, રાજકોટ: નવરાત્રિને લઈ થઈ રહી છે તડામાર તૈયારીઓ. માં જગદંબાની આરાધના કરવાનો પર્વ એટલે નવરાત્રી...નવરાત્રીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટમાં નવરાત્રીની તૈયારીઓ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાજકોટવાસીઓને નવરાત્રીમાં થનગનાટ કરાવવા દિલ્હી-લુઘીયાણાના DJ અને ગુજરાતી કલાકારો મેદાને આવ્યા છે. રસોત્સવના આયોજકો આ વખતે મેડિકલ સુવિધા સહિત ગ્રાઉન્ડ સજ્જ કરી દીધા છે. નવલા નોરતાને હવે ગણતરીના દિવસો બાકી છે. 15 મી ઓક્ટોબરે પહેલાં નોરતાનો પ્રારંભ થશે. ખાસ કરીને રાજકોટમાં દિલ્હી-લુધિયાણાના DJ,ગુજરાતી કલાકરો ધૂમ મચાવશે...ખેલૈયાઓને થનગનાટ સાથે રખાશે આરોગ્યનું પણ ધ્યાન..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવલા નોરતાને હવે ગણતરીની કલાકો બાકી છે. જોકે સમગ્ર ગુજરાતમાં ખેલૈયાઓ નવરાત્રિને લઈને થનગની રહ્યા છે. રાજકોટમાં તો નવરાત્રી પહેલા જ વેલકમ નવરાત્રીના આયોજનો શરૂ થઈ ચૂકી છે. રાજકોટના મધુરમ કલબ દ્વારા DJ WARનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દિલ્હી, લુધિયાણા, ચંદીગઢના DJ રાજકોટવાસીઓને થનગનાટ કરાવવા પહોંચી ગયા છે. આ વખતે ગરમા ગરમ શિરો, ટીટોડો, ભગવા રંગ સહિતના ગુજરાતી ટ્રેન્ડિંગ સોંગ સાથે બૉલીવુડના ટ્રેન્ડિંગ સોંગ અને પંજાબી સોંગનું મિક્સઅપ સાંભળવા મળશે, એવું નવરાત્રિના આયોજક મિલન કોઠારીએ જણાવ્યું હતું.


તો બીજી તરફ આ વખતે ખોડલધામ નવરાત્રી આયોજનની સામે સરદારધામ દ્વારા નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 7000 ખેલૈયાઓ ગરબા રમી શકે તેવું વિશાળ ગ્રાઉન્ડ, 8 હજાર મેગા વોર્ટના સાઉન્ડ સિસ્ટમ ગોઠવવામાં આવી છે. એટલું જ નહીં વધતા હાર્ટ એટેકના કેસને ખાસ ધ્યાનમાં રાખીને ગોકુલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબોની ટીમ ખડે પગે રહેશે. જો ઇમરજન્સીની જરૂર પડે તો ગ્રીન કોરિડોર અને ગ્રાઉન્ડમાં એમ્બ્યુલન્સ સ્ટેન્ડ ટુ રાખવામાં આવશે. લોકગાયક બિરજુ બારોટે પણ લોકોને અપીલ કરી હતી કે, માતાજીને પ્રાર્થના કરીએ કે હાર્ટ એટેકના કેસ ન બને પણ ઇમરજન્સી થાય તો એમ્બ્યુલન્સ સેવા તૈનાત રાખવામાં આવી છે. હોસ્પિટલના નિષ્ણાત તબીબો અને ખાસ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે


પ્રાચીન ગરબાની સાથે અર્વાચીન રસોત્સવના મોટા પ્રમાણમાં આયોજનો થઇ રહ્યા છે. 15 તારીખે પહેલું નોરતું છે તે પહેલાં જ રાજકોટમાં વેલકમ નવરાત્રીના આયોજનો થવા લાગ્યા છે. રાજકોટના યુવાધન નવરાત્રીના થનગનાટ માટે થનગની રહ્યું છે. આયોજકોએ ગ્રાઉન્ડમાં તૈયારીઓને આખરી ઓપ આપી દીધા છે. પરંતુ યુવાનોએ પણ આ વર્ષે હાર્ટ એટેકના વધતા કેસ વચ્ચે DJના તાલ વચ્ચે પોતાના હૃદયના ધબકારા પણ સાંભળીને ગરબા લેવા પડશે. શ્વાસ ચઢે, વધુ પરસેવો થાય, ચક્કર આવે તો બેસી જવું અને આરામ કરવો. ગ્રાઉન્ડમાં માતાજીની આરાધના સાથે લોકો સ્વસ્થયનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.