ગૌરવ દવે/રાજકોટ :રાજકોટથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં 10 વર્ષની બાળકીના આપઘાતથી ચકચાર મચી ગઈ છે. કોઈ વિચારી પણ ન શકે કે, 10 વર્ષની બાળકી પણ આત્મહત્યા કરી શકે. ત્યારે આ ઘટનાએ વાલીઓને ચિંતામાં મૂક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલી ન્યુ જાગનાથ પ્લોટમાં રહેતા કરણભાઈ સોનીની 10 વર્ષની દીકરી કરિશ્માએ આપઘાત કર્યો છે. તેણે ગત રોજ બપોરના સમયે બાથરૂમમાં જઈને એન્ગલ સાથે દુપટ્ટો બાંધી આપઘાત કર્યો હતો. માતાપિતાએ તેને જોતા તે બાથરૂમમાં લટકતી હાલતમાં મળી આવી હતી. જેના બાદ તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જ્યા ફરજ પર હાજર તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. આપઘાત અંગેનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. 


આ પણ વાંચો : અમદાવાદીઓ માટે ખાસ ચેતવણી, ત્રાહિમામ પોકારી જશો તેવી ગરમી પડશે 


પરપ્રાંતિય પરિવારની 10 વર્ષની બાળકીએ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે. પરંતુ સવાલ એ થાય આટલી નાની ઉંમરમાં બાળકોને કેમ આપઘાત કરવાનો વિચાર આવે છે. એવું તો શું બદલાઈ રહ્યું છે હવે બાળકોમાં આપઘાતનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે. શા માટે માસૂમ બાળકો મરવા માટે મજબૂર બને છે.


ગત વર્ષે સાબરકાંઠામાં 9 વર્ષની બાળકીએ આપઘાત કર્યો હતો
ગત વર્ષે સાબરકાંઠાના હિંમતનગરમાં 9 વર્ષની બાળકી અગમ્ય કારણોસર ઘરમાં જ ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ હતું કે, આ પરિવાર તેની બાળકીને દરરોજ મારતો હતો. પરિવારમાં પતિ પત્નીના રોજ ઝઘડા થતા હતા. પરિવારમાં એક નવ વર્ષની બાળકી અને બે બાળક છે. જેમાં એક દિવ્યાંગ બાળક છે. જેથી કંટાળીને બાળકીએ આત્મહત્યા કરી હતી. 


આ પણ વાંચો : MSU માં હિન્દુ દેવતાના અભદ્ર ચિત્રોનો વિવાદ, ABVP ના 31 વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધાયો


ગુજરાતમાં બાળકો અને યુવાનોના આપઘાતની ઘટનામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. આપઘાત (suicide) ની વધતી ઘટનાઓ માતા-પિતા માટે લાલબતી સમાન છે. સવાલ એ થાય છે આખરે કેમ બાળકો અને યુવાનો આપઘાત કરવા મજબૂર બની રહ્યા છે. કેમ આપઘાતની ઘટના (crime against humanity) માં વધારો થઈ રહ્યો છે. આવી ઘટાનોએને રોકવા માટે માતા-પિતાએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જેમાં માતા-પિતાએ બાળકો પર ખાસ ધ્યાન આપવું જોઈએ અને બાળકોને મુંઝવતા પ્રશ્નો હલ કરવા જોઈએ. સાથે ટેક્નોલોજીન દૂરઉપયોગથી બાળકોને દૂર  રાખવા જોઈએ. તો માનસિકતા પર અસર કરે તેવા કામોથી બાળકોને દૂર રાખવા જોઈએ. રોજિંદા કાર્યોમાં બાળકોને પડતી મુશ્કેલીનું માતા-પિતાએ નિરાકરણ લાવવું જોઈએ. ભણતર માટે બાળકો પર વધુ પડતું દબાણ ના કરવું જોઈએ. સાથે અવળા રસ્તે બાળક જાય તો માતા-પિતાએ વાતચીત કરી તેને સમજાવવું જોઈએ. સાથે આવી ઘટનાઓને રોકવા માટે માતા-પિતાએ વધુમાં વધુ સમય બાળકો સાથે વિતાવવો જોઈએ..