ગૌરવ દવે/રાજકોટ :રંગીલા રાજકોટની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના દરેક એ માતાપિતા માટે લાલબત્તી સમાન છે, જેઓ પોતાના સંતાનો મામલે બેદરકારી દાખવે છે. રાજકોટમાં ગોંડલ રોડ પાઇનવિન્ટા હોટલમાં રમતા રમતા બાળકી ચોથા માળથી નીચે પટકાઈ હતી. નીચે પટકાતા જ બાળકીનું મોત નિપજ્યુ છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટની હોટલમાં બનેલી આ ઘટના અરેરાટીભરી છે. પુનાના રહેવાસી માનસીબેન કાપડિયા પોતાની દીકરી સાથે રાજકોટ આવ્યા હતા. રાજકોટમાં સંબંધીને ત્યા સગાઈનો પ્રસંગ હોવાથી તેઓ દિકરી નિત્યા સાથે ધ પાઈનવિન્ટા હોટલમાં રોકાયા હતા. જ્યારે કે, તેમના પતિ પુનામાં જ હતા. હોટલના ચોથા માળે તેમણે રૂમ બૂક કરાવ્યો હતો. ત્યારે નિત્યા ચોથા માળેથી નીચે પટકાઈ હતી. બાળકી દડાની જેમ નીચે પટકાઈ હતી, અને જોતજોતામા મોતને ભેટી હતી. 



જોકે, હોટલના સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે, માનસીબેન મોબાઈલમાં વ્યસ્ત હતા. દીકરી ક્યારે બારી પાસે જતી રહે તેનો તેમને ખ્યાલ રહ્યો ન હતો. જેથી આ ઘટના બની હતી. હોટલ પાસે નીચે એક ડ્રાઈવર ઉભો હતો, જેને આ ઘટના બાદ બૂમાબૂમ કરતા લોકો એકઠા થયા હતા. 



બાળકી પટકાવાની સમગ્ર ઘટના હોટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જે અત્યંત હૃદયદ્રક છે. બાળકીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. હાલ બાળકીને સરકારી હોસ્પિટલ PM માટે ખસેડવામાં આવી છે. 



પ્રાથમિક તપાસમાં બાળકી મોબાઈલમાં વાત કરતી વેળાએ પડી હોવાની તપાસમાં આવ્યું છે. જોકે, ખરુ કારણ હજુ બહાર આવ્યુ નથી.