ઝી મીડિયા/બ્યૂરો :ગાંઠિયા એ ગુજરાતીઓ માટે નેશનલ ફૂડ જ સમજવુ. સ્વાદના શોખીન ગુજરાતીઓની સવાર ગાંઠિયાના જ્યાફત સાથે થતી હોય છે. સૌરાષ્ટ્રમાં લોકો ગાંઠિયાની દુકાનો પર ટોળે વળીને નાસ્તા કરતા ઠેરઠેર દેખાતા હોય છે. આવામાં એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરની ફરસાણની દુકાનો પર ચેકિંગ હાથ ધર્યુ હતું. જેમાં 5 એકમમાંથી ચકાસણી કરતા ફરસાણ બનાવવા માટે કપડાં ધોવાના વોશિંગ પાઉડરનો ઉપયોગ જોવા મળ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમને પણ ગાંઠિયાનો ચટકો હોય અને બહારના ગાંઠિયા ખાવાના શોખ હોય તો ચેતી જજો. ગાંઠિયા ખાવાના શોખમાં ક્યાંક તમે તમારા પેટમાં વોશિંગ પાવડર તો નથી પધરાવતા ને!! રાજકોટની પાંચ દુકાનોમાં ગાંઠિયામાં વોશિંગ પાવડરનો ઉપયોગ થતો હોવાનુ સામે આવ્યું છે. આ પાંચ એકમમાંથી ત્રણમાં વોશિંગ સોડાનો 25 કિલો જથ્થો મળી આવ્યો હતો. વેપારીઓ વધુ નફો કરાવવાના લાલચે ગ્રાહકોના જીવ સાથે ચેડા કરે છે. ગાંઠિયામાં ખાવાના સોડાને બદલે વોશિંગ પાવડરનો ઉપયોગ કરે છે. જે લોકોના આરોગ્ય પર મોટું જોખમ છે. 


આ પણ વાંચો : તહેવારો ટાંણે સિંગતેલના ભાવ સળગ્યા, વધારા બાદ આ છે લેટેસ્ટ પ્રાઈઝ


કયા એકમ પકડાયા 


  • વીર બાલાજી ફરસાણ, પેડક રોડ

  • ભગવતી ફરસાણ સ્વીટ માર્ટ, ગોવિંદબાગ શાકમાર્કેટ

  • ચામુંડા ફરસાણ, ગોવિંદબાગ શાક માર્કેટ રોડ, 

  • ભારત સ્વીટ માર્ટ, દિગ્વિજય રોડ 

  • સ્વામીનારાયણ ફરસાણ, લક્ષ્મીવાડી મેઈન રોડ 


ગાંઠિયાથી શરીરને નુકસાન
ગાંઠિયા તમારા શરીરને મોટાપાયે નુકસાન કરી શકે છે. ગાંઠિયા ખાવાથી આંતરડા ને હાજરીને નુકસાન પહોંચી શકે છે.