Rajkot News : રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક પરિણીતાએ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી છે. મહિલાનો ફોન તેના પતિ જોઈ ગયો હતો. જેથી તેણે પતિને કહ્યું કે, મારી પાસે કપડાં ઉતરાવી ફોટા માંગ્યા, મિત્રો સાથે શારીરિક સંબંધ બાંધવા કહ્યું હતું. જેના બાદ 42 વર્ષીય પરિણીતાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે અરુણભાઈ જોશી નામના વ્યક્તિ વિરુદ્ધ ipc ની કલમ 376, 506 (2) હેઠળ ફરીયાદ નોંધાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટની એક ખ્યાતનામ કોલેજના પ્રોફેસર તરીકે ફરજ બજાવતા શખ્સની 42 વર્ષીય પત્નીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફરિયાદમાં લખાવ્યું કે, મારી એક સ્ત્રી મિત્ર ખાસ હતી. તેથી હું તેની સાથે વારંવાર ફરતી હતી. મારી સ્ત્રી મિત્રને કારણે હું તેના મિત્ર અરુણભાઈના સંપર્કમાં આવી હતી. મારી સ્ત્રી મિત્રએ મને ત્રણથી ચાર વાર અરુણભાઈ સાથે વાર કરાવી હતી. મેં પણ તેમની સાથે વાત કરી હતી.


અમૂલથી રૂ.11 સસ્તું દૂધ અને રૂ.17 સસ્તું દહીં વેચે છે આ ડેરી, કેમ મળે છે સસ્તું?


આગળ પરિણીતાએ જણાવ્યું કે, અરુણભાઈએ મારી સાથે વાતો કરીને ફ્રેન્ડશિપ કરી હતી. તેઓ અવારનવાર મને એકલતામાં મળવા બોલાવતા હતા, પરંતુ હું જતી ન હતી. એકવાર તેઓએ મને તેમની નોકરીના સ્થળે બોલાવી હતી. જ્યાં હું મારી મિત્ર સાથે તેમની ઓફિસમાં ગઈ હતી. આ બાદ તેણે મારી પાસેથી મારા કપડા વગરના ફોટો મંગાવ્યા હતા. જે માટે મેં ના પાડી હતી. તો તેઓએ મને ધમકી આપી કે, મારા ફોનમાંનું રેકોર્ડિંગ અને આપણા બે વચ્ચેની વાતોને હું તારા પતિને કહી દઈશ. તેથી મેં મારા કપડા વગરના ફોટો તેને મોકલ્યા હતા. ત્યાર બાદ તેણે મને વારંવાર મળવા બોલાવતો હતો. 


મારા ફોટો વાયરલ કરવાની બીક આપીને તેણે લગભગ 15 વાર મારી સાથે મારી મરજી વિરુદ્ધનું કૃત્ય કર્યુ હતું. અરુણે ગાંધીગ્રામ ખાતે આવેલ પોતાના મકાને લઈ જઈ ત્યાં પણ મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. એટલું જ નહીં અરુણે મને તેના મિત્રો સાથે શારીરિક સંબંધ બાંધવાનું પણ કહ્યું હતું જો કે હું એ વાત માની નહોતી.


વધી રહેલા વિવાદ વચ્ચે અમૂલના MDનો મોટો ખુલાસો, જાણી લો શું આવી પહેલી પ્રતિક્રિયા


આ બાદ એકવાર મારા પતિએ મારા વોટ્સએપ મેસેજ જોઈ લીધા હતા. તેઓએ મને પૂછતા મેં તમામ બાબત કહી દીધી હતી. 


આ બાદ પરિણીતાના ફરિયાદ પર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશમાં અરુણ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપી અરુણ પાણીનું ટેન્કર ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આરોપીનો ફોન તપાસ માટે લઈ લેવામાં આવ્યો છે. 


કૃષ્ણની દ્વારિકાની જેમ ગુજરાતના આ વિસ્તારો પણ દરિયામાં ડૂબી જશે, ડરમાં જીવે છે લોકો