અનાજ ભરવાની કોઠીમાં દીકરાનો મૃતદેહ જોઈ માતાના મોઢામાંથી ચીસ નીકળી ગઈ
Rajkot News : રાજકોટના થોરાળા વિસ્તારમાં સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો.. 8 વર્ષના બાળકનું ઘઉંની કોઠીમાં પડીને ગુંગળાઈ જવાથી મોત.. માતા-પિતા ઘરે એકલો મુકીને મજૂરીએ ગયા હતા.. બીજા દિવસે કોઠીમાંથી બાળકનો મૃતદેહ મળ્યો..
Child Death : બાળકોને એકલા ઘરે મૂકીને કામ પર જતા મમાતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં એક પરિવારના બાળકનો મૃતદેહ ઘઉં ભરવાની કોઠીમાંથી મળી આવ્યો હતો. કોઠી પાસે ઓસીકા રાખી બાળક કોઠીમાં ઉતરવા જતા તે કોઠીમાં પડ્યો હતો. મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા દંપતીએ એકનો એક પુત્ર ગુમાવ્યો હતો.
રાજકોટના થોરાળા વિસ્તારમાં આવેલી શિવાજીનગરની આ ઘટના છે. જયેશભાઇ બારૈયાના 8 વર્ષના પુત્ર મિતનું ઘઉં ભરવાની કોઠીમાં ગૂંગણાઇ જતા મોત નિપજ્યુ હતુ. બન્યું એમ હતું કે, જયેશભાઈ બારૈયા અને તેમના પત્ની ઉષાબેન બારૈયા તેમના 8 વર્ષના મિતને ઘરે એકલો મૂકીને મજૂરી કામે ગયા હતા. મીત બીમાર હોવાથી તેને ઘરે જ મૂક્યો હતો, તો દીકરીને અન્ય સંબંધીના ઘરે મૂકીને ગયા હતા. સાંજે ઉષાબેન કામ પરથી પરત ફર્યા ત્યારે તેમને ઘરમાં મીત ક્યાંય મળ્યો ન હતો. તેથી તેઓએ પાડોશમાં રહેતા જેઠના ઘરે તપાસ કરી હતી. તેઓએ કહ્યું કે, તેઓએ મીતને થોડા સમય પહેલા ઘરની બહાર રમતો જોયો હતો, પરંતુ બાદમાં ક્યાંય દેખાયો ન હતો.
અંબાલાલ કાકાની વધુ એક આગાહી, બે ગ્રહોનું ગોચર ગુજરાત પર કહેર લાવશે
આ બાદ માતાપિતાએ મીતની શોધખોળ ચલાવી હતી, પરંતુ મીત ક્યાંય મળ્યો ન હતો. માતા-પિતાએ શોધવા છતાં ન મળતા પોલીસમાં ગુમસુદા નોંધ કરાવી હતી. તેથી પોલીસે પણ વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં મીત બહાર રમતો દેખાયો હતો. મીતની ટીશર્ટ અલગ હોવાથી તેઓએ માતાની પૂછપરછ કરી હતી. તેથી ઉષાબેને ઘરે જઇ ઘઉં ભરવાની કોઠી કે જેમાં કપડાં રાખતા હતા તે કોઠીનું ઢાંકણ ખોલતાં જ મીતનો મૃતદેહ મળી આવ્યો હતો.
તપાસમાં જાણવા મળ્યું કે, મિત ઘરે એકલો હતો. કોઠી પાસે ઓસીકા રાખી મિત કોઠીમાં ઉતરવા જતા તેની સાથે ઘટના ઘટની હતી. રમતા રમતા ઘઉંની કોઠીમાં ઊંઘો પડ્યો હોઈ શકે છે. શનિવારે રાતે 12 વાગ્યે કોઠીમાંથી મીતનો મૃતદેહ મળ્યો હતો.
મિત દંપતીનો એકનો એક પુત્ર હતો, તેથી વ્હાલસોયા દીકરાના આવા મૃતદેહને જોઈને માતાના મોઢામાંથી ચીસ નીકળી પડી હતી.
બાપ રે... કચ્છી કોયલ ગીતા રબારીના ડાયરામાં સાડા ચાર કરોડ રૂપિયા ઉડ્યા