Rajkot માં રાત્રી કર્ફ્યૂનો ભંગ: પોલીસ લાઈનમાં જ બર્થ ડે ઉજવણીનો વીડિયો વાયરલ
રાજકોટમાં (Rajkot) સતત વધતા કોરોના કેસ મામલે રાજકોટ પોલીસ દ્વારા રાત્રી કર્ફ્યૂનો (Night Curfew) સખત અમલ કરાવવામાં આવી રહ્યો છે. એવામાં રાજકોટમાં રાત્રી કર્ફ્યૂ ભંગની ઘટના સામે આવી છે
ગૌરવ દવે/ રાજકોટ: રાજકોટમાં (Rajkot) સતત વધતા કોરોના કેસ મામલે રાજકોટ પોલીસ દ્વારા રાત્રી કર્ફ્યૂનો (Night Curfew) સખત અમલ કરાવવામાં આવી રહ્યો છે. એવામાં રાજકોટમાં રાત્રી કર્ફ્યૂ ભંગની ઘટના સામે આવી છે. રાજકોટમાં રાત્રી કર્ફ્યૂ વચ્ચે પોલીસ (Rajkot Police) લાઈનમાં ફટાકડા ફોડીને બર્થ ડેની ઉજવણી (Birthday Celebrations) કરવામાં આવી હોવાનો વીડિયો વાયરલ (Viral Video) થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટમાં (Rajkot) રાત્રી કર્ફ્યૂ વચ્ચે પોલીસ લાઈનમાં બર્થ-ડે ઉજવણીનો (Birthday Celebrations) વીડિયો વાયરલ થયો છે. રાજકોટના પોલીસ (Rajkot Police) હેડ ક્વાર્ટરમાં હનુમાન મંદિર પાસે કાર પર કેક રાખી ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે જ ફટાકડા ફોડવામાં પણ આવ્યા હતા. 22 એપ્રિલના રીઝવાન મોગલ નામના વ્યક્તિનો બર્થ-ડે હતો.
આ પણ વાંચો:- રેસ્ટોરન્ટમા હોસ્પિટલ શરૂ કરીને કોરોનાના દર્દીઓની સારવાર કરતો નકલી ડોક્ટર રાજકોટથી પકડાયો
જો કે, બર્થ ડે સેલિબ્રેશનનો (Birthday Celebrations) વીડિયો સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થઈ રહ્યો છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા જાહેરમાં બર્થ ડે ઉજવણી પર પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે આ મામલે પોલીસ લાઈનમાં કર્ફ્યૂ ભંગ કરનાર સામે પોલીસ કાર્યવાહી કરશે કે નહીં તે અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube