રાજકોટમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીનું હાર્ટએટેકથી મોત, મધ્યમવર્ગીય પરિવારનો કુળદીપક છીનવાયો
Heart Attaack : રાજકોટમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત... કલ્પેશ પ્રજાપતિ નામના 28 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત.. VVP એન્જિનિયરિંગ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો યુવક...
Rajkot News દિવ્યેશ જોશી/રાજકોટ : ગુજરાતમાં હાર્ટ અટેકથી વધુ એક મૃત્યુ થયું છે. રાજકોટમાં અભ્યાસ માટે રહેતા યુવાનનું હાર્ટએટેકથી મોત નિપજ્યુ છે. કલ્પેશ પ્રજાપતિ નામના 28 વર્ષના યુવાનનું એકાએક હૃદય બેસી ગયુ હતું. કલ્પેશ પ્રજાપતિ VVP એન્જિનિયરિંગ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. મૂળ તાપી જિલ્લાનો યુવક રાજકોટ અભ્યાસ અર્થે રહેતો હતો. ત્યારે તેના અચાનક મોતથી કોલેજમાં ગમગીનીનો માહોલ છવાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત નિપજ્યુ છે. મૂળ તાપીના અને રાજકોટમાં રહીને અભ્યાસ કરતા કલ્પેશ પ્રજાપતિ નામના 28 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત થયુ છે. કલ્પેશ પ્રજાપતિ VVP એન્જિનિયરિંગ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તે મૂળ તાપી જિલ્લાનો રહેવાસી હતો અને રાજકોટમાં અભ્યાસ અર્થે રહેતો હતો. તે આર્કિટેક્ચરના ફાઇનલ વર્ષમાં અભ્યાસ કરતો હતો.
ડીસાનો હસતો-રમતો ઠાકોર પરિવાર વિખેરાયો : થરા હાઈવે પર અકસ્માતમાં પતિ-પત્ની અને દીકરી
તેના વિશે તેના મિત્ર ફૈઝ દલવાણીએ જણાવ્યું કે, ગઈકાલે સાંજે કોલેજથી છુટી રહ્યો હતો એ દરમિયાન કલ્પેશના છાતીમાં અચાનક દુખાવો ઉપડ્યો હતો. તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે પહોંચે તે પહેલા જ કલ્પેશનો જીવ ગયો હતો. તેના મોતના સમચાર મળતા જ અન્ય વિદ્યાર્થીઓ અને પ્રિન્સિપાલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
કલ્પેશ પ્રજિપતાના પિતા વ્યારાના બાજીપુરા ગામમાં કરિયાણાની દુકાન ધરાવે છે. કલ્પેશ પ્રજાપતિ પરિવારમાં માતા પિતા અને એક મોટા બહેન છે. તેના મોતથી મધ્યમ વર્ગીય પરિવારમાં શોકનું મોજુ ફેલાયું છે. વીવીપી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલ પહોંચ્યા.
અમેરિકા જવાનો વધુ એક ડેન્જરસ ખેલ : GRE ટેસ્ટમાં આ રીતે કરાતી હતી છેતરપીંડી
ક્યારે વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો
આજકાલ વાયરલ વીડિયોમાં તમે એવુ જોતા હશો કે, કેટલાક લોકો પ્રસંગોમાં ઢળી પડે છે, તો કેટલાક ચાલતા ચાલતા મોતને ભેટે છે. તો કેટલાકને નાટકોમાં રોલ ભજવતા સમયે હાર્ટ એટેક આવે છે. ત્યારે જો તમે પણ એવુ વિચારો છો કે તમારી સાથે આવુ ન થાય તો આજથી જ તકેદારી રાખવાની શરૂઆત કરી દો. આ ઘટનાઓ મતલબ હાર્ટ એટેક. આજકાલ હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. આવામાં જો તમે નાની ઉંમરમાં હાર્ટ એટેકનો શિકાર થવા ન માંગતા હોવ તો આજથી જ કેટલાક નિયમોનું પાલન કરવાનું શરૂ કરી દો.
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના આ શહેરો આજે હાઈએલર્ટ પર, ભયંકર વરસાદની આગાહી
વર્તમાન જીવનશૈલીને નાની ઉંમરે હૃદય સંબંધિત સમસ્યા અને હાર્ટ એટેકના કેસ પણ વધી રહ્યાં છે. હાઈ બ્લડ પ્રેશરથી તેની શરૂઆત થાય છે. WHOના અહેવાલ પ્રમાણે સમગ્ર વિશ્વમાં 1.28 અરબ લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. પરતું એમાંથી 46 ટકા લોકોને ખબ જ નથી કે તેઓ હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. જ્યારે લોકો કોઈ સમસ્યાની સારવાર માટે જાય છે, ત્યારે તેમને ખબર પડે છે કે તેમને હાઈ બીપી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે 20 થી 30 વચ્ચે જો આ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો હાર્ટએટેકનું જોખમ ઘટાડી શકાય છે.
પુરૂષોમાં હાર્ટ એટેકના લક્ષણ
હાર્ટ એટેકને લગતા આંકડા મુજબ, સ્ત્રીઓ કરતાં પુરુષોને હાર્ટ એટેકનું જોખમ વધારે છે. જો તમે ધૂમ્રપાન કરો છો, તમને હાઈ બ્લડ પ્રેશર (High BP) છે, હાઈ કોલેસ્ટરોલ (High Cholesterol), મેદસ્વીતા (Obesity) છે, તો પછી તમને હાર્ટ એટેક થવાનું જોખમ વધુ રહેશે. પુરુષોમાં હાર્ટ એટેકનાં લક્ષણો સ્ત્રીઓ કરતા થોડા જુદા હોય છે.
દેખાદેખીમાં કેનેડા ન જાઓ, ગુજરાતી વિદ્યાર્થીની લાશ મળવાના કેસમાં આવ્યો મોટો વળાંક
- છાતીમાં તીવ્ર દુખાવો, એવો અનુભવ થવો કે છાતીમાં દુખાવો થઈ રહ્યો છે અથવા સતત તકલીફ થઈ રહી હોય.
- શરીરના બાહ્ય ભાગમાં દુખાવો અથવા અસ્વસ્થતા અનુભવી જેમ કે, હાથ, ખભા, પીઠ, ગળા, જડબા અથવા પેટમાં દુખાવો થવો.
- હૃદયના ધબકારા અનિયમિત (Irregular Heart Beat) થવા અથવા ધીમા થઈ જવા.
- પેટમાં દુખાવો અથવા વિચિત્ર અનુભવ કરવો જેમ કે અપચો થયો હોય.
- શ્વાસની તકલીફ અને એવો અનુભવ થવો કે, આરામ કરતી વખતે શ્વાસ લેતા પૂરતી હવા મળી રહી નથી.
- માથામાં દુખાવો, ચક્કર આવવું, એવું લાગવું કે બેભાન થઈ રહ્યા છો.
- ધ્રુજારી સાથે પરસેવો થવો (Cold Sweat).
હાર્ટ એટેકનાં લક્ષણો દરેક વ્યક્તિમાં જુદા જુદા હોય છે અને બધા લોકોમાં તમામ લક્ષણો દેખાવવા જરૂરી નથી. તમે તમારા શરીરને વધુ સારી રીતે સમજો છો, તેથી તમારા લક્ષણો અને ચિહ્નોને ચોક્કસપણે ઓળખો.