Rajkot News દિવ્યેશ જોશી/રાજકોટ : રાજકોટમાં BRTSની મુસાફરી મોંઘી બની છે. માધાપર ચોકડીથી લઈને ગોંડલ ચોકડી સુધીના રૂટની મુસાફરી મોંઘી બનાવી દેવાઈ છે. રાજકોટ મનપાએ જાહેરાત કર્યા વિના જ ભાડામાં દોઢાથી ડબલ ગણો ભાવ વધારો ઝીંક્યો છે. કેટલાક રૂટમાં દોઢ ગણો તો અમુક રૂટમાં ડબલ ગણો ભાવ વધારો ઝીંકી દેવાયો છે. ગોંડલ ચોકડી થી માધાપર ચોકડીનું પહેલા ભાડું ૧૫ રૂપિયા હતું, જે હવેથી વધારી 25 કરાયું છે. જ્યારે કે, ટૂંકા રૂટનું ભાડું ૭ રૂપિયા વસૂલાતું હતું તે 15 રૂપિયા કરાયું છે. આ તોતિંગ ભાવ વધારાથી મુસાફરોમાં નારાજગી જોવા મળી રહી છે. છુટા રૂપિયાની રોજ થતી સમસ્યાને લીધે ભાડું વધારો કરવામાં આવ્યાનું સીટી બસ સેવાનું બહાનું બતાવાયું છે. પરંતું આ ભાવ વધારો બીઆરટીએસમાં રોજ મુસાફરી કરતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ માટે આકરો સાબિત થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં બીઆરટીએસ સવારી એકાએક મોંઘી બનાવી દેવાઈ છે. ઓટો રીક્ષા કરતા બીઆરટીએસનું ભાડું વધારે કરી દેવાયું છે. માધાપર ચોકડીથી ગોંડલ ચોકડીના ઓટો રીક્ષામાં હાલમાં 20 રૂપિયા ભાડું ચાલી રહ્યું છે. જેની સામે બીઆરટીએસમાં 25 રૂપિયા કરાયા છે. માધાપર ચોકડીથી લઈને ગોંડલ ચોકડી સુધીના રૂટની મુસાફરી મોંઘી બની છે. 


હવામાન વિભાગની મોટી આગાહી : ગુજરાતમાં આગામી 9 દિવસ ભારે વરસાદ તૂટી પડશે


ઉતાવળમાં રાજકોટ એરપોર્ટનુ ઉદઘાટન કરી દેવાયુ, ગુજરાતના જાણીતા લેખકે Videoથી આપી હકીકત


મહત્વનું છે કે BRTSમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગના લોકો મુસાફરી કરે છે. હવે બસના ભાડામાં વધારો કરવામાં આવતાં તેમની મુશ્કેલીમાં વધારો થયો છે. મનપાએ કોઈપણ પ્રકારની જાહેરાત કર્યા વિના જ ભાડામાં વધારો કરી દેતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે...