રાજકોટઃ રાજકોટમાંથી નશાકારક પદાર્થ ઝડપવાનું ચાલું છે. થોડા દિવસ પહેલા શહેરના જંગલેશ્વર વિસ્તારમાં પોલીસે 8 કિલો જેટલો ચરસનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તો ફરીવાર આજ વિસ્તારમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે. પોલીસે આ તમામ નશાકારક પદાર્થ જપ્ત કર્યો છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ શહેરમાં આવેલો જંગલેશ્વર વિસ્તાર હાલમાં નશાના કારોબાર માટે કુખ્યાત બની રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં પોલીસે બીજી વખત નશાકારક પદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો છે. આજે એક મહિલાની 200 કિલો ગાંજા સાથે ધરપકડ કરવામાં આવી છે. હાલ તો પોલીસે આ માલ ક્યાંથી આવ્યો તે વિશે તપાસ શરૂ કરી છે. 


બે દિવસ પહેલા પોલીસે કરી હતી ચાર લોકોની ધરપકડ
રાજકોટ પોલીસ દ્વારા શહેરના જંગલેશ્વર વિસ્તારમાંથી 8 કિલો 132 ચરસ જેટલા ગાંજા જથ્થા સાથે 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા તમામ અધિકારીઓ પાસેથી મોટી માત્રામાં ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. 4 આરોપી સાથે કુલ 81 લાખ 41 હજાર 200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.


યુવાધન કરી રહ્યું છે નશીલા પ્રદાર્થનો ઉપયોગ 
સૌરાષ્ટ્રમાં મોટી સંખ્યામાં ગાંજા અને ચરસ જેવા નશીલા પદાર્થોનો ઉપયોગ થવાની પોલીસે ગાંજાના સ્પાલયરો પર લાલ આંખ કરી છે. સૌરાષ્ટ્રમાં આવતા નશીલા પદાર્થોનો ઉપયોગ સૌથી વધારે શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ કરતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. યુવાધન દ્વારા કરવામાં આવતા નશીલા પદાર્થોનો ઉપયોગએ ચિંતાનો વિષય બન્યો છે.