Rajkot માં પોલીસે વેપારીને ઢોર માર માર્યાનો આક્ષેપ, વિરોધમાં નગ્ન પરેડ કરતા 3 ની અટકાયત
પોલીસ દ્વારા રાત્રી કર્ફ્યૂ ભંગ મામલે છોટુ ગમારાને માર મારવાને લઇને રાજકોટમાં પોલીસ કાર્યવાહીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ મામલે મહેશ પરમાર સહિત ત્રણ શખ્સો દ્વારા રૈયા ચોકડીથી પોલીસ કમિશનર કચેરી સુધી અર્ધનગ્ન બની વિરોધ નોંધાવ્યો હતો
ગૌરવ દવે/ રાજકોટ: પોલીસ દ્વારા રાત્રી કર્ફ્યૂ ભંગ મામલે છોટુ ગમારાને માર મારવાને લઇને રાજકોટમાં પોલીસ કાર્યવાહીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ મામલે મહેશ પરમાર સહિત ત્રણ શખ્સો દ્વારા રૈયા ચોકડીથી પોલીસ કમિશનર કચેરી સુધી અર્ધનગ્ન બની વિરોધ નોંધાવ્યો હતો. જો કે, આ મામલે પોલીસ દ્વારા ત્રણેય શખ્સોની અટકાયત કરવામાં આવી છે.
ગત 25 માર્ચે રાત્રી કર્ફ્યૂ દરમિયાન રાજકોટ પોલીસ દ્વારા એક શખ્સને માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે મળતી માહિતી અનુસાર રાજકોટમાં રાત્રી કર્ફ્યૂના નિયમના ભંગને લઇને રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના PI અજીત ચાવડા અને બે પોલીસ કર્મચારીઓ દ્વારા શક્તિ ટી સ્ટોલના માલિક છોટુ ગમારાને લાફો મારી તેની અટકાયત કરવામાં આવી હતી. જેના CCTV પણ સામે આવ્યા છે. પરંતુ અજીત ચાવડા અને પોલીસ કર્મી દ્વારા છોટુ ગમારાને ઢોર માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જો કે, છોટુ ગમારા હાલ સારવાર હેઠળ છે.
આ પણ વાંચો:- દેશની 1200 કરોડની સંપત્તિ પાકિસ્તાનના કબજામાં, રાજ્યસભાના સાંસદનો PM મોદીને પત્ર
છોટુ ગમારાને માર મારવાના મામલે રાજકોટ પોલીસની કાર્યવાહીનો વિરોધ કરતા મહેશ પરમાર સહિત ત્રણ શખ્સો દ્વારા રૈયા ચોકડીથી પોલીસ કમિશનર કચેરી સુધી અર્ધનગ્ન બની વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ રાજકોટ પોલીસ દ્વારા ત્રણેય શખ્સોની અટકાયત કરવામાં આવી છે. જો કે, તેમણે 'પોલીસની દાદાગીરી નહીં ચાલે', 'દારુના ધંધાર્થીઓને પકડો' જેવા સુત્રોચ્ચાર પણ કર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube