સત્મય હંસોરા/રાજકોટ :રાજકોટમાં ગઈકાલે મહિલા ASI અને પોલીસ કોન્સ્ટેબલના આપઘાત બાદ રાજકોટ પોલીસ કમિશનરે મહત્વનો નિર્ણય લીધો છે. જે મુજબ, હવે દરેક પોલીસ ASI અને જમાદારે ડ્યુટી પૂરી થયા બાદ પોતાની સર્વિસ રિવોલ્વર પોલીસ મથકમાં જમા કરાવી પડશે.


CCTV : અમદાવાદ સ્ટેશન પર ચાલુ ટ્રેને ચઢવા જતા મહિલાનો પગ લપસ્યો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ પોલીસ કમિશનરે સૂચના આપી કે, કોઈપણ ASI અને જમાદારો હવેથી રિવોલ્વર ઘરે નહિ લઈ જઇ શકે. તેઓ ડ્યુટી આવે ત્યારે જે તેમને પોતાની સર્વિસ રિવોલ્વર પરત મળશે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાજકોટમાં મહિલા એએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલના આત્મહત્યા પ્રકરણના ઘેરા પડઘા પડ્યા હતા. જેના ભાગરૂપે રાજકોટ પોલીસ કમિશનરે આ નિર્ણય લીધો છે. રાજકોટના 150 ફૂટ રોડ પાસે એક એપાર્ટમેન્ટમાં એક મહિલા એએસઆઈ અને કોન્સ્ટેબલ એકસાથે રહેતા હતા. બંનેનો મૃતદેહ લમણે ગોળી મારેલો મળી આવ્યો છે. આ ઘટનાએ સમગ્ર રાજકોટમાં વિવિધ વાતો વહેતી કરી છે. આ ઘટનાને પગલે રાજકોટ પોલીસ બેડામાં પણ સન્નાટો છવાયો છે. તો અગાઉ પણ સર્વિસ રિવોલ્વરથી આપઘાત અને હત્યા બનાવો બની ચૂક્યા છે. 


તહેવારો પહેલા ગૃહિણીઓને મળ્યા ખુશીના સમાચાર, ફરી સિંગતેલના ભાવમાં ઘટાડો થયો


બે પોલીસ કર્મચારીઓનો લોહિયાળ અંત
રાજકોટના 150 ફૂડ રીંગ રોડ પર કટારીયા શો રૂમની આગળ પંડિત દિનદયાલ નગર હાઉસિંગ બોર્ડ આવેલું છે. તેના ક્વાર્ટર નં. ઈ-402માં મહિલા એએસઆઈ ખુશ્બુ કાનાબાર (ઉંમર 28 વર્ષ) અને કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજા (ઉંમર 30 વર્ષ) રહેતા હતા. તેમણે ગઈકાલે મોડી રાત્રે લમણે ફાયરિંગ કરીને આત્મહત્યા કરી હતી. બંને સાથે જ અહી રહેતા હતા અને બંનેએ પોતાની સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી છે. જોકે, બંને પોસાથી કોઈ સ્યુસાઈડ નોટ મળી નથી, તેથી પોલીસ પણ આ કેસમાં ગૂંચવાઈ છે. ખુશ્બુ કાનાબાર રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકમાં મહિલા એએસઆઈ તરીકે ફરજ બજાવતી હતી. તો રવિરાજ ડી સ્ટાફના કોન્સ્ટેબલ તરીકેની સેવામાં હતો. આ બનાવ બાદ રાજકોટ પોલીસ દોડતી થઈ હતી. 


નવસારી : લગ્નજીવનમાં મુશ્કેલીઓ આવતા મહિલાને મૌલવીની મદદ લેવું ભારે પડ્યું 


સમગ્ર પ્રકરણમાં કોન્સ્ટેબલે મહિલાના માથામાં ગોળી ધરબી હોય અને બાદમાં પોતે આત્મહત્યા કરી હોય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, મહિલા એએસઆઈ ખુશ્બુ કાનાબારે મુંબઈ જેવા મોટા શહેરમાં અભ્યાસ કર્યો હોવાથી તે સ્વછંદી અને વધુ ફોરવર્ડ હતી. તો બીજી તરફ, કોન્સ્ટેબલ પણ સ્માર્ટ હતા. કોન્સ્ટેબલ રવિરાજના ત્રણ વર્ષ પહેલાજ મામાની પુત્રી સાથે લગ્ન થયા હતા અને તેને દોઢ વર્ષની બાળકી હોવાનું પણ ખૂલ્યું છે. 


તો બીજી તરફ, ખુશ્બુના પિતાએ ગઈકાલે પુત્રીની હત્યા થઈ હોવાનો આક્ષેપ કરીને તેનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. પરંતુ બાદમાં સીપીએ તપાસની ખાતરી આપતા મોડી સાંજે તેમણે મૃતદેહ સ્વીકાર્યો હતો.  


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :