રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે યુવાનનો આત્મવિલોપનનો પ્રયાસ, પોલીસ દોડતી થઈ
મહત્વનું છે કે, યુવકે પોલીસ કમિશનર કચેરી ખાતે ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસકર્મીઓએ યુવકને ફિનાઇલ પીતા અટકાવવામાં આવ્યો હતો. હાલ યુવક સારવાર અર્થે છે.
ગૌરવ દવે/રાજકોટ: રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે એક યુવાને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જોકે તાત્કાલિક પોલીસકર્મીઓએ યુવાનને રોક્યો હતો. આ ઘટના બાદ યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસ પાસે ન્યાય અપાવોની માંગણી સાથે યુવાને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. પારિવારિક ઝગડાને ધ્યાને રાખી યુવાને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. પોલીસે યુવાનની ધરપકડ કરી લીધી છે અને હાલ વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. આ યુવકનું નામ પીયૂષ રાઠોડ છે. તેણે પ્રેમલગ્ન કર્યા છે અને તેની પત્ની પ્રેગ્નન્ટ છે. હાલ તાલુકા પોલીસ દ્વારા પતિ-પત્નીને વારંવાર બોલાવી ત્રાસ આપતી હોવાનો આક્ષેપ પણ યુવાને કર્યો હતો. પોલીસે અનેકવાર માર પણ માર્યો હોવાનું યુવકે જણાવ્યું હતું. આ મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પોલીસે યુવકની અટકાયત કરી હોસ્પિટલમાં ખસેડયો છે.
વીકેન્ડમાં દ્વારકાધીશ જવાના હોવ તો ખાસ જાણી લેજો, તંત્રએ 4 દિવસ બંધ કરી આ સુવિધા
મહત્વનું છે કે, યુવકે પોલીસ કમિશનર કચેરી ખાતે ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસકર્મીઓએ યુવકને ફિનાઇલ પીતા અટકાવવામાં આવ્યો હતો. હાલ યુવક સારવાર અર્થે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube